દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડે ભારે ભીડ, એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય

|

Nov 02, 2021 | 7:54 PM

અમદાવાદ ગીતા મંદિર એસ.ટી. મથકે મુસાફરોની ભીડ ઉમટી છે. જયારે તમામ રૂટ પર રોજની 1500થી વધુ બસો દોડી રહી છે. જેનો ફાયદો પણ એસટી વિભાગને થયો છે. સોમવારે એસટી વિભાગને 1.25 કરોડની આવક થઈ છે.

ગુજરાતમાં (Gujarat) દિવાળીના(Diwali)તહેવારોની ઉજવણી કરવા મોટાભાગના લોકો વતન જતા હોય છે. જેમના માટે અમદાવાદ(Ahmedabad)એસટી(ST)વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્ર, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં વસતા લોકો માટે અમદાવાદ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ગીતા મંદિર ખાતે મુસાફરોની ભીડ ઉમટી હતી.

આ તમામ રૂટ પર રોજની 1500થી વધુ બસો દોડી રહી છે. જેનો ફાયદો પણ એસટી વિભાગને થયો છે.. ગઈ કાલે એસટી વિભાગને 1.25 કરોડની આવક થઈ છે. અમદાવાદના એસ. ટી . સ્ટેન્ડ સહિતના અનેક પિક આપ પોઇન્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં રાજયના અનેક વિસ્તારોમાં જવા માટે એસ. ટી. સ્ટેન્ડ પર મુસાફરોની લાઇન લાગી રહી છે. તેમજ તેમ પણ પંચમહાલ, ગોધરા અને સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દિવાળી પર્વ પર લોકો વતન જઈને ઉજવણી કરતા હોવાથી ભારે ભીડ જોવા મળી છે. તેમજ મોંઘવારીના કારણે ખાનગી ટ્રાવેલ્સમાં બમણી અને તેનાથી વધુ ટીકીટ દરના ભાવ વધતા લોકો એસ ટી ની પસંદ કરતાં દર વર્ષ કરતા આ વર્ષે એસ ટી સ્ટેન્ડ પર વધુ ભીડ જોવા મળી રહી છે. તેમાં પણ સૌથી વધુ ભીડ દાહોદ, પંચમહાલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બસમાં જોવા મળી રહી છે.

આ ઉપરાંત એસ ટી નિગમ દ્વારા મુસાફરોને વતન જવામાં હાલાકી ન પડે માટે 1200 એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં એક્સ્ટ્રા બસમાં લોકોએ સવા ગણું ભાડું જ ચૂકવવું પડે છે. એસ. ટી. તંત્રએ કોરોનાને કારણે બમણું ભાડા લેવાની જગ્યા પર સવા ગનું જ ભાડું નક્કી કર્યું હતું.તેમજ આ સુવિધા મુસાફરોને તહેવારને લઈને એસ ટી નિગમે ઉભી કરી છે.

Next Video