AHMEDABAD : ભાજપના નગરસેવક અને DySPના ડ્રાઇવર વચ્ચે હાથાપાઇ, પાર્કીંગ બાબતે માથાકૂટ થઇ

|

Oct 25, 2021 | 8:26 PM

આ સમગ્ર મામલે પ્રદીપ દવેએ કહ્યું કે તેઓ એક નગરસેવક છે અને તેમની સાથે આવું થઇ રહ્યું છે, તો સામાન્ય લોકોનું શું થાય?

AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકાના પરિસરમાં ભાજપના એક નગરસેવક અને DySPના ડ્રાઇવર વચ્ચે પાર્કીંગ બાબતે માથાકૂટ થઇ અને હાથાપાઇ પણ થઇ. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના નગરસેવક પ્રદીપ દવેને DySPના ડ્રાઇવર સાથે બબાલ થઇ હતી. વાહન પાર્કિંગને લઈને DySPના ડ્રાઇવરે નગરસેવક પ્રદીપ દવેને અપશબ્દો કહેતા નગરસેવક ગુસ્સે ભરાયા હતા. આ સમગ્ર મામલો ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી સુધી પહોંચ્યો
હતો. અ સમગ્ર ઘટનામાં નગરસેવક પ્રદીપ દવેને કડવો અનુભવ થયો હતો. તેમણે કહ્યું “નગરસેવક તરીકે મને આવો અનુભવ થયો તો સામાન્ય જનતાનું શુ?”

આ સમગ્ર મામલે નગરસેવક પ્રદીપ દવેએ કહ્યું કે તેઓ જયારે તેમના સાથી નગરસેવક મુકેશ મિસ્ત્રી અને તેઓ બંને AMCના કેમ્પસમાં આવ્યાં અને એકટીવા પાર્ક કર્યું ત્યારે પોલીસની ગાડી આવી અને તેના ડ્રાઈવરે એકટીવા હટાવી લેવાનું કહ્યું. પ્રદીપ દવેએ પૂછ્યું કે અહીંથી એકટીવા હટાવી ક્યાં પાર્ક કરવું? આ પ્રશ્ન પૂછતા પોલીસની ગાડીના ડ્રાઈવરે તેમને પશબ્દો કહ્યા અને તેમની સાથે હાથાપાઈ પણ કરી.

પ્રદીપ દવેએ કહ્યું કે આસપાસના લોકોએ કહ્યું કે આ નગરસેવક છે ત્યારે તે ડ્રાઈવર થોડા પાછા પડ્યા. પણ આ સમગ્ર મામલે પ્રદીપ દવેએ કહ્યું કે તેઓ એક નગરસેવક છે અને તેમની સાથે આવું થઇ રહ્યું છે, તો સામાન્ય લોકોનું શું થાય?

આ પણ વાંચો : BSF જવાને દેશ સાથે ગદ્દારી કરી, સેનાની જાસુસી કરી માહિતી પાકિસ્તાનને પહોચાડી

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના લખતરમાં પાણીની અછત, ખેડૂતોની નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ

Published On - 8:24 pm, Mon, 25 October 21

Next Video