અમદાવાદ : બોપલમાં સિક્યોરિટી ગાર્ડે મહિલા સાથે ગેંગરેપ બાદ લૂંટને આપ્યો અંજામ, રાજસ્થાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ

|

Nov 03, 2023 | 8:57 PM

અમદાવાદ: બોપલમાં આવેલા ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે મહિલાની ઘરઘાટી યુવતી પર તેના સાગરીતો સાથે મળી ગેંગરેપ કર્યો. ત્યારબાદ અગાઉના ઘડેલા ષડયંત્ર મુજબ ફ્લેટમાં લૂંટ ચલાવી અન્ય સાગરીતો સાથે ફરાર થઈ ગયો. રાજસ્થાન ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી સિક્યોરિટી ગાર્ડ સહિત અન્ય આરોપીની અમદાવાદ ગ્રામ્ય અને બનાસકાંઠા LCBએ ધરપકડ કરી છે.

અમદાવાદ: બોપલમાં ફ્લેટની સુરક્ષા માટે રાખેલા સિક્યુરીટી ગાર્ડએ મહિલા અને ઘરઘાટી યુવતી પર ગેંગરેપ કરી ફ્લેટમાં ચોરીને અંજામ આપ્યો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બનાસકાંઠા પોલીસે પાલનપુરથી શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાં રાજસ્થાન તરફ ભાગી રહેલા 5 સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરી છે. બોપલમાં સિંગલ બિઝનેસ વુમન અને યુવતી પર થયેલા જાતીય હુમલા અને લૂંટને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.બોપલ જેવા પોશ વિસ્તારમાં એક મહિલા અને યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. નવી સ્કીમના ફ્લેટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 5 સિક્યુરીટી ગાર્ડએ ગેંગરેપ કરીને ઘરમાં ધાડ પાડી ફરાર થયા હતા. જો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બનાસકાંઠા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પાંચેય આરોપીઓ ઝડપાયા

ઘરઘાટી યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ, ઘરમાં રોકડની લૂંટ ચલાવી

સમગ્ર ઘટનાક્રમ મુજબ બોપલમાં લક્ઝ્યુરિયસ સોસાયટીમાં જમીન લે વેચનું કામ કરતી 41 વર્ષની મહિલા ફ્લેટમાં રહે છે. તેની સાથે 19 વર્ષની ઘરઘાટી યુવતી પણ રહેતી હતી. ગત રાત્રે ફ્લેટનો પાવર સપ્લાય બંધ થઈ જતા મહિલા ચેક કરવા બહાર નીકળ્યા હતા. ત્યારે અગાઉથી ષડયંત્ર રચીને ઉભેલા પાંચ સિક્યુરીટી ગાર્ડ મહિલાએ ધક્કો મારીને ઘરમાં ઘુસી ગયા. અને ત્યાર બાદ મકાન માલિક મહિલા અને ઘરધાટી યુવતીના મોઢે ટેપ મારીને ગન જેવું હથિયાર બતાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જેમાં મહિલાએ પોતાને કેન્સર અને ગર્ભવતી હોવાનું કહેતા આરોપીએ ATM કાર્ડ , કાર અને રોકડ રૂપિયાની લૂંટ કરી. જ્યારે પાંચેય સિક્યુરીટી ગાર્ડ એ 19 વર્ષીય ઘરઘાટી યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારીને ફરાર થઇ ગયા. આ ઘટના બાદ ભોગ બનનાર મહિલા અને યુવતી ખૂબ ગભરાઈ ગયા હતા, આરોપીઓ મહિલાના મોબાઈલ અને ઘરની ચાવી પણ લઈ ગયા હતા. જેથી ઘટનાની ફરિયાદ મહિલાએ વહેલી સવારે આપી હતી.

છેલ્લા એક સપ્તાહથી સિક્યોરિટી ગાર્ડ મહિલાના ફ્લેટનો પાવર કરી દેતો હતો બંધ

છેલ્લા એક વર્ષથી નવી સ્કીમના ફ્લેટની સુરક્ષા માટે આ સિક્યુરીટી ગાર્ડને રાખવામાં આવ્યા હતા. આ મહિલા પોતાની ઘરઘાટી સાથે 4 મહિના પહેલા જ ફ્લેટમાં રહેવા આવી હતી. પોશ વિસ્તારમાં બનેલા આ લક્ઝ્યુરિયસ ફ્લેટમાં હજુ 6 થી 7 પરિવાર જ રહેવા આવ્યા હતા. રહીશો અને ફ્લેટની સુરક્ષા માટે સિક્યુરીટી ગાર્ડને રાખ્યા હતા. પરંતુ આ સિક્યુરીટી ગાર્ડની નિયત એકલી રહેતી મહિલા પર બગડી હતી. છેલ્લા એક અઠવાડિયાથી આ આરોપીઓ મહિલાના ફ્લેટનો પાવર બંધ કરી નાખતા હતા. એક દિવસ તો મહિલાનો પાવર બંધ થઈ જતા તે શરૂ કરવા ગઈ ત્યારે સિક્યુરીટી ગાર્ડ એ છેડતી પણ કરી હતી. પરતું આ મહિલાએ ધ્યાન આપ્યું ન હતું. જેથી આરોપીઓએ લૂંટ અને ગેંગ રેપનું ષડયંત્ર રચ્યું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ ઘટનાને રાત્રે 1.30 વાગે અંજામ આપ્યા બાદ આ સિક્યુરીટી ગાર્ડ મહિલાની પર્સમાંથી 14 હજાર રોકડા,ATM કાર્ડ અને ગાડી લઈ ગયા હતા અને રસ્તામાં ATMમાંથી 40 હજાર ઉપાડ્યા અને ગાડી અવાવરું જગ્યામાં મૂકીને શ્રીનાથ ટ્રાવેલ્સમાં બેસીને પંજાબ જવા નીકળ્યા હતા પરંતુ પોલીસની નાકાબંધીના કારણે 5 આરોપી ઝડપાઇ ગયા.

આ પણ વાંચો: અમદાવાદ: પતિના શંકાશીલ સ્વભાવે લીધો પત્નીનો જીવ, ચારિત્ર્યની શંકા રાખી પત્નીને ઉતારી મોતને ઘાટ

અમદાવાદ ગ્રામ્ય અને બનાસકાંઠા LCBએ પાંચેય આરોપીની કરી ધરપકડ

બનાસકાંઠા પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ પાંચેય સિક્યુરીટી ગાર્ડ પજાંબના રહેવાસી હતા અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે મહિલા અને યુવતી પર મેડિકલ તપાસ કરાવીને આ ઘટનામાં લૂંટ, ધાડ, દુષ્કર્મ અને એટ્રોસિટીની કલમો ઉમેરીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article