અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવરાત્રિ દરમિયાન શહેરના 14 અલગ- અલગ પ્રાચીન મંદિરમાં લોકો માતાજીના દર્શન કરી શકે તે માટે ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ બસ સેવા પૂરી પાડવામાં આવશે. બસ બુક કરાવવા માટે રૂપિયા 2400 ભરવાના રહેશે. બસમાં 30 લોકો બેસી શકશે અને 10 ઊભાં રહીને પ્રવાસ કરી શકશે.સવારે 8.15 થી શરૂ થનારો ધાર્મિક પ્રવાસ સાંજે 4.45 એ પૂરો થશે. આમ 2400 રુપિયાની રકમમાં 40 લોકો ધાર્મિક પ્રવાસ કરી શકશે.
શહેરના મહત્વના મંદિરોએ શહેરીજનો તહેવારોના દરમિયાન દર્શન કરવા માટે જતા હોય છે. આ વખતે કોર્પોરેશન દ્વારા નવરાત્રીમાં માતાજીના દર્શનને લઈ આયોજન કર્યુ છે. આમ સસ્તા દરે જ લોકો શહેરના તમામ મહત્વના મંદિરોના દર્શનને આવરી લેતો રુટ તૈયાર કરીને બસને સસ્તા દરે ભાડે આપવામાં આવશે.
લાલ દરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, મણિનગર ટર્મિનસ તેમજ વાડજ ટર્મિનસ ઉપરથી આ ધાર્મિક બસ સેવા ફાળવવામાં આવશે. ફાળવાયેલી બસમાં અમદાવાદ શહેરના માતાજીના ઉપર જણાવેલ મંદિરોના દર્શન માટે મળી રહેશે. આ માટે 8 કલાકના મર્યાદિત સમયમાં એક બસના રુપિયા 2400 સંસ્થાના મુખ્ય ટર્મિનસ લાલદરવાજા, સારંગપુર, મણિનગર અને વાડજ ખાતે એડવાન્સ રકમ ભરવાથી બસ ફાળવણી કરાશે. એક બસની કેપેસીટી 28 સીટીંગ + 12 સ્ટેન્ડીંગ અથવા 30 સીટીંગ + 10 સ્ટેન્ડીંગ(વધુમાં વધુ કુલ 40) પ્રવાસીની બસ પ્રવાસીઓએ માંગેલ સ્થળથી ધાર્મિક બસોના નિયમો અનુસાર બસો પુરી પાડવા માં આવશે.
આગામી 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ ધાર્મિક બસ સેવાનો લાભ મળી રહેશે. આ બસ સેવાનો સમય શહેરના દરેક ટર્મિનસથી સવારે 8.15 થી સાંજના 4.45 કલાક સુધી મળી રહશે. આમ નવરત્રીના તહેવાર દરમિયાન માતાજીના મંદિરના દર્શન કરવા માટે કોર્રપોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.
Published On - 6:37 pm, Sat, 30 September 23