ATM મા પૈસા ઉપાડતી વખતે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો તમને ભારે પડી શકે છે કારણકે અનેક વડીલોને ભોળવીને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડનાર ઠગની ફરી એક વખત અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ આ ઠગની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ થઈ ચૂકી છે. જેલથી બહાર નીકળતા જ બે મહિનામાં 14 થી વધુ ATM કાર્ડ બદલી ઠગાઇ આચરી છે. આરોપીએ લાખો રૂપિયાની ઠગાઈ આચરી તેના મોજશોખ પુરા કરતો હતો.
સિનિયર સિટીઝનોને છેતરતા ઠગને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો છે. રાજવીર ઉર્ફે ચિન્ટુ ભટ્ટ નામનો ઠગ ATM સેન્ટર પર પૈસા ઉપાડનાર ગ્રાહકને મદદ કરવાના બહાને કાર્ડમાંથી પૈસાની ઠગાઇ આચરવામાં માસ્ટર માઈન્ડ છે. ઠગ ATMમાં આવતા વૃદ્ધ લોકોને તેનો ટાર્ગેટ બનાવતો અને ATM કાર્ડનો ઉપયોગ કરતા ન ફાવતું હોય તેવા લોકોને પૈસા કાઢવાની મદદ કરવાનું કહીને તેમનો પાસવર્ડ જાણી લેતો અને ત્યારબાદ તેમનું કાર્ડ બદલીને ઠગાઈ આચરતો. ઠગ રાજવીર ભટ્ટએ અમદાવાદ, વલસાડ, વડોદરા ગાંધીધામ કચ્છ, મુંબઈ સહિત અનેક જગ્યાએ એ 14 થી વધારે લોકો સાથે છેતરપિંડી આચરી છે અને આ ઠગાઇના પૈસાનો ઉપયોગ મોજ શોખ પુરા માટે કરતો હતો.
આરોપી રાજવીર શરૂમાં મોજશોખ પુરા કરવા માટે નાની મોટી ચોરી કરતો. જેને લઈને તેના પિતાએ ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ મોજશોખ પૂરા ન થતા ATM માંથી પૈસા ઉપડવામાં વૃદ્ધો સહિતના લોકોને પડતી તકલીફ પડતી હોવાથી તેમને ટાર્ગેટ બનાવવા નું નક્કી કર્યું. જેમાં છેલ્લા 7 વર્ષથી આરોપી ATM સેન્ટર પર મદદ કરવાના બહાને કાર્ડ બદલી લાખો રૂપિયાની ઠગાઇ આચરી ચુક્યો છે. છેલ્લા 22 મહિનાથી આરોપી સેન્ટ્રલ જેલમાં આ ATM ફ્રોડના ગુનામાં હતો પરતું બે મહિનાથી બહાર નીકળતા જ ફરી એક વખત આ રીતની ઠગાઇ કરવાનું શરૂ કર્યું હતું.
જોકે આરોપી સરખેજ પોલીસની પકડમાં ત્યારે આવ્યો જ્યારે આણંદ ચોકડી પાસે ડિસેમ્બર 2022માં એક સિનિયર સીટીઝનની મદદ કરવાના બહાને પૈસા ઉપડ્યા હતા. જેમાં સરખેજ પોલીસે તપાસ કરતા એક શંકસ્પદ કારના સીસીટીવી મળ્યા જેના આધારે તપાસ કરી રાજવીર ભટ્ટને દબોચી લીધો હતોઅને તેની પાસેથી 30 જેટલા ગ્રાહકોના ATM કાર્ડ, કાર, 42 હજાર રોકડ મળ્યા હતા. છેલ્લા બે મહિનામાં 14 જેટલા ગુના અજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે..ત્યારે વર્ષ 2020માં સાયબર ક્રાઇમ બ્રાંચે ઠગ રાજવીર પકડ્યો ત્યારે 21 જેટલા ATM ફોર્ડ ગુના કર્યા હતા.
આરોપી રાજવીર ભટ્ટ ઠગાઇ કરેલા પૈસા મોજશોખ માટે મુંબઈમાં ડાન્સબારમાં છોકરીઓ પાછળ ઉડાવતો હતો. જેથી આરોપી કબૂલાત કરી છે કે મોજશોખ પુરા કરવા માટે ફ્રોડ કરવાનું નક્કી કર્યું જેને લઈ એક રીઢો બનેલો ઠગ ફરી એક વખત તેને ભરેલા પગલા એ તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
Published On - 8:11 pm, Fri, 6 January 23