Ahmedabad : વસ્ત્રાપુરમાં વેક્સિન સેન્ટર પર, “કોવિશીલ્ડ વેકસીન આજના દિવસ પૂરતી નથી” ના પાટિયા લાગ્યા

|

Jun 27, 2021 | 1:39 PM

ત્રીજી લહેર પહેલા શહેરીજનોને સુરક્ષિત કરવાનો પ્રયાસ ચાલું છે. ત્યારે અમદાવાદ શહેરના વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર (Vaccine Center) પર કોવિશીલ્ડ વેકસીનનો જથ્થો ન હોવાથી આજે પણ લોકો પરેશાન થયા છે.

Ahmedabad :  એક તરફ સરકાર લોકોને વેકસીન લેવા માટે કહી રહી છે. અને બીજી તરફ પૂરતી વેકસીન (vaccine) ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં વેક્સિન સેન્ટર પર વેક્સિન(vaccine) નો જથ્થો ન હોવાથી લોકો પરેશાન થયા હતા.

ત્રીજી લહેર પહેલા શહેરીજનોને સુરક્ષિત કરવાનો પ્રયાસ ચાલું છે. ત્યારે અમદાવાદ શહેરના વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર (Vaccine Center) પર કોવિશીલ્ડ વેકસીન (covishield vaccine)નો જથ્થો ન હોવાથી આજે પણ લોકો પરેશાન થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર (Vaccine Center)પર કોવિશીલ્ડ વેક્સિનનો જથ્થો 3 દિવસથી ઉપલબ્ધ નથી.

 

દુકાનદારો અને વ્યાવસાયિકોને 10 જુલાઈની ડેડ લાઈન તો આપી. પરંતુ વેકસીન ન હોવાથી તેઓ હેરાન થઈ રહયા છે.વેકસિન સેન્ટર બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતુ કે, ” કોવિશીલ્ડ વેકસીન (covishield vaccine)આજના દિવસ પૂરતી નથી”,  જે લોકોએ કોવિડશીલ્ડનો પ્રથમ ડોઝ લઈ લીધો છે તે લોકો બીજા ડોઝ માટે ધક્કા ખાઈ રહ્યા છે.

તેમજ જણાવવામાં આવ્યું કે, કોવેક્સિન રસી આપવાની કામગીરી કરવામાં આવશે, પરંતુ કોવિશિલ્ડ વેક્સિન (covishield vaccine)આપવામાં આવશે નહિ. કોવિશીલ્ડનો પહેલો ડોઝ લઈ લીધો છે ત્યારે વેક્સિનેશન સેન્ટરમાં બીજા ડોઝ માટે કોવિડશીલ્ડ નો ડોઝ ન મળતા લોકો પરેશાન થઈ રહ્યા છે.લોકોનું કહેવું છે કે, વેક્સિન કેટલા સમયમાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવે.

Next Video