Ahmedabad: મહારાષ્ટ્રમાં મંદિરમાં ભક્તોને નશાવાળા પેંડા ખવડાવી દાગીના ચોરતી ટોળકીના એક આરોપીની ધરપકડ

અમદાવાદ આવી ગયા હતાં.આ ગેંગ દ્વારા સુપ્રસિદ્ધ મંદિરોમાં જઈ લોકોને પ્રસાદ ના નામે નશાવાળી ગોળી સાથેના પેંડા ખવડાવી દાગીના ચોરી કરતા હોય છે.આમ આ પ્રકારે આ ગેંગએ અનેક ગુનાઓ આચર્યા હતા.આ સિવાય પણ પકડાયેલ આરોપી વિરુદ્ધમાં બાપુનગર, એલીસબ્રીજ, ગોમતીપુર, નિકોલ, વટવા અને ચાંદખેડામાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે.

Ahmedabad: મહારાષ્ટ્રમાં મંદિરમાં ભક્તોને નશાવાળા પેંડા ખવડાવી દાગીના ચોરતી ટોળકીના એક આરોપીની ધરપકડ
Ahmedabad Crime Branch Arrest Theft Accused
| Edited By: | Updated on: May 05, 2023 | 10:35 PM

મહારાષ્ટ્રના(Maharashtra)  અલગ અલગ મંદિરોમાં પ્રસાદના નામે નશાવાળા પેંડા ખવડાવીને સોનાના દાગીના તેમજ રોકડ રૂપીયાની ચોરી કરતી ગેંગના સાગરીતની અમદાવાદ( Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ધરપકડ કરી છે.ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલા આરોપી વિશાલ પરમાર અને તેની ગેંગએ મંદિરમાં આવતા વ્યક્તિને ટાર્ગેટ કરીને મંદિરેમાં તેની સાથે જતા અને ત્યાં દર્શન કર્યા બાદ પ્રસાદમાં નશાની દવાવાળો પેંડો ખવડાવી બેભાન કરીને કિંમતી વસ્તુ તેમજ રોકડ રકમની ચોરી કરતાં હતાં.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે દાણીલીમડાથી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અને તેના સાગરીતો મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાના દેવગડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરવા માટે ગયા હતાં.

ગોળી મિલાવેલ પેંડો રીક્ષાચાલકને પ્રસાદરૂપે ખવડાવી બેભાન કર્યો

જ્યારે  તેને પૈસાની જરૂર હોવાથી સોનાના દાગીના પહેરેલ હોય તેવા રિક્ષા ચાલકોને નજીકના મંદિરએ દર્શન કરવાના બહાને રીક્ષા ભાડે કરી લઇ જતાં અને દર્શન કર્યા બાદ તે પ્રસાદ ખાતા તેમજ એટી 1 ટુ એમજી ગોળી મિલાવેલ પેંડો રીક્ષાચાલકને પ્રસાદરૂપે ખવડાવી બેભાન કરી તેણે પહેરેલ સોનાના ઘરેણા તથા તેની પાસેના રોકડા રૂપીયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં.

સોનાની ચેઇન અને સોનાની વીંટી લઇને પરત હોટલ પર ગયા હતાં

તપાસમાં સામે આવ્યું કે આરોપી વિશાલ પરમાર અને તેના મિત્ર ઉમેશ પટેલ અને તેની પ્રેમિકા ત્રણેય વ્યક્તિ ઇકો ગાડી લઇને વર્ષ 2022ના ઓગષ્ટ માસમાં મહારાષ્ટ્ર સિંધુદુર્ગ જીલ્લાના કુડાલ નજીકમાં હોટલમાં રોકાયેલ અને મોબાઇલથી સર્ચ કરી બીજા દિવસે બપોરના સમયે નજીકમાં આવેલ પિગુલીમઠ કુડાલ મંદિરમાં ગયા હતાં. જ્યાં એક માણસને નશાવાળો પેંડો ખવડાવી તે બેભાન થઇ જતાં તેની પાસેથી રોકડા રૂપીયા , સોનાની ચેઇન અને સોનાની વીંટી લઇને પરત હોટલ પર ગયા હતાં.

આરોપીને મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો છે

બાદમાં ત્યાંથી અમદાવાદ આવી ગયા હતાં.આ ગેંગ દ્વારા સુપ્રસિદ્ધ મંદિરોમાં જઈ લોકોને પ્રસાદ ના નામે નશાવાળી ગોળી સાથેના પેંડા ખવડાવી દાગીના ચોરી કરતા હોય છે.આમ આ પ્રકારે આ ગેંગએ અનેક ગુનાઓ આચર્યા હતા.આ સિવાય પણ પકડાયેલ આરોપી વિરુદ્ધમાં બાપુનગર, એલીસબ્રીજ, ગોમતીપુર, નિકોલ, વટવા અને ચાંદખેડામાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે.ક્રાઇમ બ્રાન્ચે ચોરી કેસમાં પકડેલા આરોપીને મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો છે. આ આરોપી અને તેની ગેંગએ મહારાષ્ટ્ર સિવાય અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરાઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…