
આ વખતે નેશનલ ગેમ્સની (National Games 2022) ગુજરાત યજમાની કરી રહ્યું છે. જેને પગલે રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) સહિતના શહેરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદીમાં (Sabarmati river) પણ નેશનલ ગેમ્સનું આયોજન થશે જેમાં નૌકા વિહાર એટલે કે રોવિંગ (roving) નામની રમત નદીમાં યોજાશે. આ રમતમાં ભાગ લેનાર ખેલાડીઓની સુરક્ષાને (Players Safety) લઈને હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેને પગલે સાબરમતી નદીમાં સેનાના જવાનોએ આજથી મોરચો સંભાળી ઉતરી ગયા છે. અને સુરક્ષાના તમામ પાસાઓ ઉપર તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ.
ગુજરાતમાં યોજાનાર આ નેશનલ ગેમ્સમાં (national Games) સમગ્ર દેશમાંથી 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. રાજ્યના 6 શહેરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં જુદી- જુદી 36 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય રમતોત્સવનું ભવ્ય ઉદધાટન સમારોહ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) યોજવામાં આવશે.જો વિગતે વાત કરીએ તો અમદાવાદમાં કુલ 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ યોજાશે.
સાથે જ ગાંધીનગરમાં 3 સ્થળોએ 8 રમતો, રાજકોટમાં 3 સ્થળોએ 2 રમત, ભાવનગરમાં (bhavnagar) એક જ સ્થળે 3 રમત , વડોદરામાં એક સ્થળે 4 રમત, જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે.રમતોત્સવનું સમાપન સમારોહ પણ સુરતમાં કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, નેશનલ ગેમ્સ છેલ્લે 2015માં કેરળમાં (Kerala) યોજાયો હતો. કોરોના મહામારી સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવી હતી.
ગુજરાતના રમતવીરોએ નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 52 જેટલા ચંદ્રકો જીતીને કિર્તીમાન સ્થાપ્યા છે. વર્ષ 2011માં રાંચીમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ કુલ 7 મેડલ મેળવ્યા તથા વર્ષ 2015માં કેરળમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 10 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ એમ કુલ 20 મેડલ મેળવીને ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ મેળવીને સમગ્ર ભારતમાં 9માં ક્રમે આવ્યું હતું.
Published On - 12:44 pm, Wed, 21 September 22