
ધધુકામાં કિશન ભરવાડની હત્યા (Kishan Bharwad Murder Case) અને બૉમ્બ બ્લાસ્ટ (Ahmedabad Bomb Blast) ના ચૂકાદા બાદ શહેર પોલીસ (Ahmedabad Police) ની સોશિયલ મીડિયા (Social Media) પર બાજ નજર છે. આ દરમિયાન આવી જ એક વિવાદિત પોસ્ટ વેજલપુરના એક યુવકે કરી હતી (Cyber Crime). જેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી. ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદિત પોસ્ટ કરનાર વધુ એક યુવક પોલીસના સકંજામાં આવ્યો છે. વેજલપુર પોલીસની ગિરફતમાં આવેલા અસલમ લેંઘાએ હિન્દૂ ધર્મ વિશે બીભત્સ લખાણની પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. સાયબર ક્રાઇમ બ્રાંચની સર્વેલન્સ ટીમના ધ્યાન પર આવતા જ અસલમ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની ફતેહવાડી ખાતેના તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
વિવાદિત પોસ્ટ મુકનાર અસલમ ડ્રાઇવર તરીકે છૂટક નોકરી કરે છે. આરોપીએ આ રીતની વિવાદિત પોસ્ટ મુકવા પાછળનું કારણ જાણવા પોલીસ આરોપીના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ તપાસ કરવામાં લાગી છે. પકડાયેલ આરોપી કટ્ટરવાદી વિચારધારા ધરાવી લોકોને ગેરમાર્ગે દોરતો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વિવાદિત પોસ્ટ ફેસબુક પર મુકવા માટે આરોપી અસલમ કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ વિવાદિત પોસ્ટના વિવાદમાં કિશન ભરવાડ હત્યા થઈ જે બાદ પકડાયેલ આરોપીઓ જેહાદી ષડ્યંત્ર રચ્યું હતું. ત્યારે આ કેસમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે એફ.એસ.એલ.ની પણ મદદ લેવાઈ રહી છે.
આ પણ વાંચો: હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી