Ahmedabad : પુત્રીએ કરેલા પ્રેમલગ્નથી આક્રોશિત માતા-પિતાએ પુત્રી અને જમાઇને માર માર્યો, પોલીસ ફરિયાદ દાખલ

|

Aug 03, 2022 | 10:41 PM

અમદાવાદમાં(Ahmedabad) પ્રેમ લગ્ન(Love Marrige)કરવા એક યુવક યુવતીને ભારે પડયા છે. જેમાં યુવતી ના માતા-પિતાએ દીકરી-જમાઈની પરીક્ષા આપવા આવેલી પુત્રીની કોલેજમાં જઈને તેમની ધોલાઈ(Attack)કરી હતી

Ahmedabad : પુત્રીએ કરેલા પ્રેમલગ્નથી આક્રોશિત માતા-પિતાએ પુત્રી અને જમાઇને માર માર્યો, પોલીસ ફરિયાદ દાખલ
Ahmedabad Parents Attack On Son In Law And Daughter

Follow us on

અમદાવાદમાં(Ahmedabad) પ્રેમ લગ્ન(Love Marriage)કરવા એક યુવક યુવતીને ભારે પડયા છે. જેમાં યુવતી ના માતા-પિતાએ દીકરી-જમાઈની પરીક્ષા આપવા આવેલી પુત્રીની કોલેજમાં જઈને તેમની ધોલાઈ(Attack)કરી હતી. જો કે ઇજાગ્રસ્ત પ્રેમી દંપતીએ એલિજબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી સુરક્ષાની માંગ કરી છે. જેમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ જીનલ ચાવડાને તેના સગા માતા-પિતાએ માર માર્યો છે. જેમાં પુત્રીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પુત્રી-જમાઈ પર હુમલો કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના દેવજી ચાવડા ખેતીવાડી કરે છે.દેવજીએ વર્ષ 2021માં ઠક્કરનગરમાં રહેતી અને NHLમેડિકલ કોલેજમાં નર્સિંગમાં અભ્યાસ કરતી જીનલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેમાં જીનલના માતા ગોમતીબેન અને પિતા બીજલભાઈ લગ્ન મંજૂર ન હતા.જેને લઈ જીનલ સાસરે ધ્રાંગધ્રાથી અમદાવાદ વીએસ હોસ્પિટલ આવેલ NHLકોલેજમાં ફાઇનલ પરીક્ષા આપવામાં આવી હતી જે પરીક્ષા પૂર્ણ થયા બાદ જીનલના માતા-પિતાએ જીનલ અને દેવજી પર કોલેજ પરિસરમાં જ હુમલો કર્યો હતો.

જીનલના માતા-પિતાએ જમાઈ દેવજી ઢોર માર માર્યો હતો

જેમાં ઇજાગ્રસ્ત યુવતી જીનલ પરીક્ષામાં બેઠી હતી. જ્યારે દેવજી હોસ્પિટલની બહાર બેઠો હતો. ત્યારે સોમવારના બપોરે દોઢક વાગ્યે જીનલે દેવજી ફોન કરીને કહ્યું કે મારા માતા-પિતા કોલેજમાં આવીને મારી સાથે ઝઘડો કરે છે..જેથી દેવજી તરત જ કોલેજ પહોંચી જોયું તો જીનલના માતા-પિતા જીનલને મારતા હતા..જેથી જીનલને છોડાવવા દેવજી વચ્ચે પડતા તેમણે દેવજીને મોઢા-ખભા પર દંડો ફટકાર્યો હતો..જોકે જીનલ કહેવું છે કે હું પ્રેગ્નન્ટ હોવાથી મારી માતા ગોમતીબેન ગર્ભપાત કરવાની ગોળી ખાવા દબાણ કરી પેટ પર લાત માર મારતા હોવાનો આક્ષેપ કર્યો છે.જેની બાદ જીનલના માતા-પિતાએ જમાઈ દેવજી ઢોર માર માર્યો હતો. તેમજ ફરિયાદમાં જણાવ્યા મુજબ જીનલની માતા ગોમતીબેન દેવજીને ધમકી આપી હતી કે તે મારી દીકરીને ભગાડીને લગ્ન કર્યા છે.હું તમને બંને જાનથી મારી નાખીશ..જોકે આ અંગે દેવજીએ એલિજબ્રિજ પોલીસમાં સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 10:35 pm, Wed, 3 August 22

Next Article