Ahmedabad : ડ્રોન ટેક્નોલોજી માટે શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ થશે, ગુજસેલ અને બ્લુ રે એવિએશન વચ્ચે ત્રિપક્ષીય કરાર

|

Aug 19, 2021 | 6:41 AM

ડોક્ટર, એન્જીનિયર, સીએ સિવાય અન્ય ક્ષેત્રમાં પણ જો યુવાનોએ કારકિર્દી બનાવવી હોય તો હવે એક નવો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. હવે એક નવો માનવરહિત હવાઈ વાહન એટલે કે ડ્રોન ઉડ્ડયન માટે શૈક્ષણિક અભ્યાસક્રમ આગામી સમયમાં શરૂ કરાશે.

Ahmedabad : જો તમને ડ્રોનમાં રસ હોય તો આ સમાચાર તમારા માટે છે. ડોક્ટર, એન્જીનિયર, સીએ સિવાય અન્ય ક્ષેત્રમાં પણ જો યુવાનોએ કારકિર્દી બનાવવી હોય તો હવે એક નવો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. હવે એક નવો માનવરહિત હવાઈ વાહન એટલે કે ડ્રોન ઉડ્ડયન માટે શૈક્ષણિક અભ્યાસક્રમ આગામી સમયમાં શરૂ કરાશે. ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ એટલે કે ગુજસેલ અને બ્લુ રે એવિએશન લિમિટેડ વચ્ચે કરાર થયા છે. જે મુજબ શિક્ષણ વિભાગ ડ્રોન ચલાવવા માટેની શૈક્ષણિક તાલિમ આપશે.

જ્યારે બ્લુ રે એવિએશન ડ્રોન પાઈલટ્સને ફિલ્ડ ટ્રેનિંગ આપશે. ડ્રોન ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલિમ બાદ લાઈસન્સ મળશે. ડ્રોન ઉદ્યોગમાં કારકિર્દી ઘડવાનું લક્ષ્ય રાખતા યુવાનો માટે ઘણા વિકલ્પો છે. સરકારી પાઈપલાઈનનું સર્વેલન્સ, ફેકટરી સર્વેલન્સ , ઇલેક્ટ્રોનિક ટાવરનું સર્વેલન્સ જેવા વિકલ્પો છે. તો ખેતીવાડી સર્વે અને લગ્ન પ્રસંગોમાં કે આઉટડોર વીડિયોગ્રાફી જેવા ક્ષેત્રે પણ યુવાનો રોજગારી મેળવી શકશે.

હાલના દિવસોમાં દુનિયાભરમાં ડ્રોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ત્યારે ડ્રોન વિશે જાણવા અને સમજવાની ઘણા લોકોમાં તાલાવેલી હોય છે. ત્યારે ડ્રોન વિશે અભ્યાસ ક્રમ શરૂ થવાથી અનેક વિદ્યાર્થીઓને તે રોજગારીનું પણ માધ્યમ બની રહેશે. આ સાથે ડ્રોનના વધતા વ્યાપને પગલે ડ્રોનની ઉપયોગીતા અને ડ્રોનનું મહત્વ લોકો સમજતા થશે.

 

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 19 ઓગસ્ટ: આજે વાહન ચલાવતી વખતે રાખો ખાસ ધ્યાન, કોઈ પણ પ્રકારનું જોખમ ટાળો

Published On - 6:37 am, Thu, 19 August 21

Next Video