નવરાત્રિ (Navratri 20222) પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે વર્ષ બાદ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી થઇ જવા રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવરાત્રિ પર્વ પર આવી ભક્તોને ધ્યાન રાખીને ધાર્મિક યાત્રા માટે આયોજન કર્યું છે. AMTS વિભાગ દ્વારા ધાર્મિક યાત્રા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ભક્તો (Devotees) એક સાથે બસ બુક કરાવીને શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને નવરાત્રી પર્વની ઉજવણી કરી શકશે.
શ્રાવણ મહિનો હોય કે પછી અન્ય ધાર્મિક પર્વ હોય અમદાવાદમાં ધાર્મિક સ્થળો પર ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જે ભીડને પહોંચી વળવા માટે વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક પ્રશાસન પ્રયાસ કરતું હોય છે. જે પ્રયાસના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMTS વિભાગે આ નવરાત્રિ પર્વ પર આવી ભક્તોને ધ્યાન રાખીને ધાર્મિક યાત્રા માટે આયોજન કર્યું છે. જે યાત્રા માટે ભક્ત AMTS બસ બુક કરાવીને શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને નવરાત્રિ પર્વની ઉજવણી કરી શકશે.
મળતી માહિતી પ્રમાણે એએમટીએસ વિભાગ દ્વારા ગત વર્ષે જ નવરાત્રિ પર્વ પર ધાર્મિક યાત્રા માટેનું આયોજન શરૂ કર્યું. જે આયોજન તેઓએ આ વર્ષે પણ યથાવત રાખ્યું છે. જેથી કરીને નવરાત્રિ પર્વ દરમિયાન ભાવિ ભક્તો ધાર્મિક સ્થળોની વધુમાં વધુ મુલાકાત લઈ શકે અને નવરાત્રિ પર્વની ઉજવણી કરી શકે. નવરાત્રિનો પર્વ આ વર્ષે 26 સપ્ટેમ્બરે શરૂ થવાનો હોવાથી 26 સપ્ટેમ્બરથી લઈને નવ દિવસ સુધી એએમટીએસની આ ધાર્મિક યાત્રાનો ભાવિ ભક્તો લાભ લઈ શકશે. જેના માટે ભક્તોએ 2400 રૂપિયા ખર્ચવા પડશે. જે 2400 રૂપિયા ભરીને ભાવિ ભક્તો એએમટીએસ બસ બુક કરાવી શકશે અને તે બસમાં 35થી 40 ભાવિ ભક્તો મુસાફરી કરીને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMTS વિભાગને આશા છે કે, ગત વર્ષે જે પ્રકારે નવરાત્રિ પર્વ પર ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતુ અને ભાવિ ભક્તોએ બહોળી સંખ્યામાં તેનો લાભ લીધો હતો. તે જ પ્રકારે આ વર્ષે પણ ભાવિ ભક્તો આ ધાર્મિક યાત્રાનો બહોળી સંખ્યામાં લાભ લેશે. જેથી કરીને લોકોમાં ધાર્મિક સંસ્કૃતિ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે. તેમજ લોકો વધુમાં વધુ શહેરના ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા થાય.