કોરોના રસીના બુસ્ટર ડોઝને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સેક્રેટરીએ આપ્યું આ નિવેદન

|

Dec 04, 2021 | 1:07 PM

અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અને રેડિયોલોજીસ્ટ સાહીલ શાહે જણાવ્યું છે કે બુસ્ટર ડોઝને લઇને રિસર્ચ કરવું જરૂરી છે.

ઓમિક્રોન(Omicron)કોરોના(Corona)વેરીએન્ટની દહેશત વચ્ચે ભારતમાં પણ બુસ્ટર ડોઝની(Booster Dose)ચર્ચાએ વેગ પકડ્યું છે. ત્યારે આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના(AMA)જોઇન્ટ સેક્રેટરી અને રેડિયોલોજીસ્ટ સાહીલ શાહે જણાવ્યું છે કે બુસ્ટર ડોઝને લઇને રિસર્ચ કરવું જરૂરી છે..પહેલાં સાયન્ટિફિક ડેટા એકત્રિત કરવા પડે અને ત્યાર બાદ રસીમાં ફેરફાર કર્યા બાદ અને પુરતા અભ્યાસ બાદ જ બુસ્ટર ડોઝ અંગે વિચારી શકાય.

મહત્વનું છે કે ભારતમાં બુસ્ટર ડોઝ અંગે જિનેટિક કંસોટીમના વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે.. પરંતુ દેશમાં 17 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 47 ટકા લોકોને બીજો ડોઝ બાકી છે.. જ્યારે બાળકોની વેકસીનની પોલિસી પણ અટવાઈ છે.. ત્યારે હાલ રસીકરણને વેગ આપવાની જરૂર છે.. અને નવા વેરિઅન્ટની ગંભીરતા સામે અસરકારક પગલાં લેવાની જરૂર છે..

જો કે અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનની દહેશત વચ્ચે 12 દેશોમાંથી આવતા મુસાફરો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્થળે જ તેમની કોરોના તપાસ કરવામાં આવે છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમને તેમના નિવાસે કે અન્ય સ્થળે જવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર ફફડાટ, યુકેથી આવેલી એક વ્યક્તિ કોરોના સંક્રમિત

આ પણ વાંચો : રાજકોટ કોર્પોરેશને સતર્કતા વધારી, વેકસીનેશન માટે લકી ડ્રોની જાહેરાત કરી

Published On - 1:07 pm, Sat, 4 December 21

Next Video