AHMEDABAD : AMCનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ શહેરને કરી રહ્યું છે ગંદુ , પીરાણાથી વિશાલા બ્રિજના રસ્તા પર ગંદકીના ઢગલા

|

Aug 04, 2021 | 6:35 AM

AMCના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જેમને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાકટરોના કર્મચારીઓ દ્વારા અમદાવાદના પીરાણા ડમપિંગ સાઇટથી વિશાલા બ્રિજ જવાના રસ્તા પર જાહેરમાં કચરો ફેંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે.

AHMEDABAD : અમદાવાદીઓને સ્વચ્છ અમદાવાદના સ્વપ્ન બતાવનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડાહયી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ દે તેવો ઘાટ ઘડાયો છે. કારણ કે અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation)ના શિરે છે તે AMCના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જેમને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાકટરોના કર્મચારીઓ દ્વારા અમદાવાદના પીરાણા ડમપિંગ સાઇટથી વિશાલા બ્રિજ જવાના રસ્તા પર જાહેરમાં કચરો ફેંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે. જાહેર રસ્તા પર ફેંકાયેલા કચરાને કારણે આ રસ્તા પરથી પસાર થવું પણ રાહદારીઓને નર્ક જેવી સ્થિતિનો અનુભવ કરાવી રહ્યો છે. તેમજ રસ્તેથી પસાર થતા રાહદારીઓને તીવ્ર દુર્ગંઘ સહન કરવી પડી રહી છે.

રસ્તા પર ઠાલવવામાં આવેલા કચરાને કારણે રાહદારીઓને પડતી હાલાકી અંગે જ્યારે AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર હર્ષદરાય સોલંકીને જાણ કરવામાં આવી ત્યારે તેમણે આ સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ શહેરમાંથી કચરો લેવાની જવાબદારી કે કોન્ટ્રાકટર છે તેમને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારીને નોટિસ આપવામાં આવી છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બનવા ન પામે.

આ પણ વાંચો :AHMEDABAD : સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાળ, બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે નારાજગી

આ પણ વાંચો :Ahmedabad : સોલા સિવિલ હોસ્પિટલે એક યુનિક ઓપરેશન કરી એક બાળકીનો જીવ બચાવ્યો

Next Video