અમદાવાદ મેડિકલ એસોસિયેશન દિવાળીના તહેવારોમાં ડોકટર ઓન કોલની સુવિધા શરૂ કરશે

|

Nov 02, 2021 | 9:48 PM

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દિવાળીના તહેવારમાં ડૉક્ટર ઓન કોલ (Doctor On Call) ની સેવા ચાલુ કરશે. આ સેવા 3થી 9 નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે.

દિવાળીના(Diwali)તહેવારો દરમ્યાન સામાન્ય રીતે મોટાભાગના દવાખાના અને ક્લિનિક બંધ રહેતા હોય છે. તેમજ આ સમય દરમ્યાન જો કોઇ મેડિકલ ઇમરજન્સી(Medical Emergency)આવે તો ડૉક્ટરને(Doctor) શોધવા મુશ્કેલ બનતા હોય છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનનો(AMA)મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા ડોકટરો સેવા આપશે.

જેની માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દિવાળીના તહેવારમાં ડૉક્ટર ઓન કોલ (Doctor On Call) ની સેવા ચાલુ કરશે. આ સેવા 3થી 9 નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે. આ તહેવારોમાં તબીબો ન હોવાને કારણે દર્દીઓને તકલીફ ન પડે તે માટે સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં 100થી વધુ ‘ડૉક્ટર ઓન કોલ’ની સેવામાં જોડાશે તેમજ દર્દીઓને ફોન પર જ દવા અને સારવાર સબંધી સારવાર અંગે સલાહ આપશે.

આ પણ વાંચો : દિવાળી પર્વે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની અમદાવાદની આ વિશાળ રંગોળી

આ પણ વાંચો : દિવાળી પૂર્વે જામનગરના મુખવાસ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધી

Next Video