Ahmedabad : અમદાવાદીઓ આજથી કરી શકશે મેટ્રોની મુસાફરી, થલતેજથી વસ્ત્રાલનો રૂટની શરૂઆત

|

Oct 02, 2022 | 7:33 AM

આજથી જાહેર જનતા માટે શરૂ થનારી મેટ્રોનો સમય સવારે 9 થી રાતના 8 વાગ્યા સુધીનો રહેશે. નજીવા ટીકીટ દર ચૂકવીને અમદાવાદ મેટ્રોની સેવાનો લાભ લઈ શકશે.  મેટ્રોની મુસાફરીમાં સમય અને નાણા બંનેની  બચત થશે. 

Ahmedabad : અમદાવાદીઓ આજથી કરી શકશે મેટ્રોની મુસાફરી, થલતેજથી વસ્ત્રાલનો રૂટની શરૂઆત
આજથી અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેન સેવા શરૂ

Follow us on

અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે અમદાવાદ મેટ્રો  (Ahmedabad Metro) આજથી શરૂ થઈ રહી છે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીની 21 કિલોમીટરમાં મેટ્રોમાં  (Metro train) આજથી લોકો મુસાફરી કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદીઓને મેટ્રો પરિયોજના અંતર્ગત ફેઝ -1ની ભેટ આપી હતી. આજથી જાહેર જનતા માટે શરૂ થનારી મેટ્રોનો સમય સવારે 9 થી રાતના 8 વાગ્યા સુધીનો રહેશે. નજીવા ટીકીટ દર ચૂકવીને અમદાવાદ મેટ્રોની સેવાનો લાભ લઈ શકશે. પૂરપાટ ગતિએ જતી મેટ્રોની મુસાફરીમાં સમય અને નાણા બંનેની  બચત થશે.

જાણો શું રહેશે મેટ્રોનું ભાડું

વસ્ત્રાલથી થલતેજનો જે રૂટ શરૂ થશે તેનું ઓછામાં ઓછું ભાડું. 5 રૂપિયા અને વધુમાં વધુ ભાડું 25 રૂપિયા રહેશે. આ ઉપરાંત સ્ટેશન પ્રમાણે 10,15, 20 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

6 ઓકટોબરથી વાસણા APMCથી સ્ટેડિયમનો રૂટ થશે શરૂ

મેટ્રોનો વાસણા એપીએમસીથી સ્ટેડિયમ સુધીનો રૂટ 6 ઓક્ટોબરથી શહેરીજનો માટે શરૂ કરવામાં આવશે. હાલમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મેટ્રો મળશે મેટ્રો ટ્રેન દ્વારા એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે.વાસણા એપીએમસી થી મોટેરા સુધી અંદાજે 19 km રૂટ જ્યારે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં વસ્ત્રાલ ગામ થી થલતેજ ગામ સુધી અંદાજે 21 કિલોમીટરના રૂટમાં મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે દોડતી થશે. આ બંને રૂટ ઉપર કુલ 32 સ્ટેશનો આવેલા છે કે જ્યાંથી શહેરીજનો મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઈ શકશે. જેમાં વાસણા APMCથી મોટેરા સુધી અંદાજે 15 સ્ટેશન જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 17 સ્ટેશનનો સમાવેશ થાય છે. જે તમામ સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા તેમજ અન્ય બાબતોને ધ્યાને રાખીને સુવિધાઓ ઉભી કરાઈ છે

Next Article