Ahmedabad: સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદના કલાકારની કૃતિએ જમાવ્યું આકર્ષણ, 3200 ખીલીઓ દ્વારા તૈયાર કરી PM મોદીની પ્રતિકૃતિ

|

Apr 21, 2023 | 4:21 PM

Ahmedabad: ગીર સોમનાથમાં ચાલી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદના કલાકાર સલીમ શેખની કૃતિએ આકર્ષણ જમાવ્યુ છે. સલીમ શેખએ 3200 ખીલીઓમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ તૈયાર કરી છે.

Ahmedabad: સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદના કલાકારની કૃતિએ જમાવ્યું આકર્ષણ, 3200 ખીલીઓ દ્વારા તૈયાર કરી PM મોદીની પ્રતિકૃતિ

Follow us on

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોના બાંધવોનો જ સંગમ નથી પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. સોમનાથ સાગર દર્શનના પથિકા પરિસરમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના 65 કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરુ રહ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર સલીમ શેખે 3200 ખીલીમાંથી તૈયાર કરેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ અને દિવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે.

કોઈ તાલીમ વિના પોતાની સૂજબુઝથી તૈયાર કરી અનોખી કૃતિ

સલીમ શેખે જણાવ્યુ કે, મેં ક્યાંયથી પણ કલાની તાલીમ મેળવી નથી. હું જાતે જ અવનવી કલાકૃતિઓ બનાવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કૃતિ તૈયાર કરતા મને 22 દિવસ જેટલો સમય થયો હતો. આ કૃતિ દ્વારા હું મારી કલા તેમને સમર્પિત કરુ છું.

સલીમ શેખે પેન્સિલમાં કોતરણી કરીને બિલોરી કાચમાંથી જ જોઈ શકાય તેવી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી પણ તૈયાર કરી છે. જે આ પ્રદર્શનમાં નિહાળી શકાય છે. અહીં આવતા મુલાકાતીઓમાં આ કૃતિ સાથે સેલ્ફી લેવાનું આકર્ષણ જોવાં મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કાર્યક્રમમાં પધારેલા તમામ મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા પણ આ કૃતિમાં હસ્તાક્ષર કરી કલાના સાધક સલીમ શેખની કલાને બિરદાવવામાં આવી છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

આ પણ વાંચો: ગીરસોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં 5D વર્ચ્યુઅલ ટૂરને નિહાળી મંત્રમુગ્ધ બન્યા મંત્રીઓ, તમિલ બાંધવોએ સિંહદર્શનનો લ્હાવો લીધો

તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે પ્રભાસતિર્થની ભૂમિ પર તમિલનાડુ રાજ્યપાલ આર. એન. રવિએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સંબોધન કરતા રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર અને પ્રભાસતિર્થની આ પવિત્ર ભૂમિ ભારતને સદીઓથી માર્ગદર્શિત કરતી આવી છે. મહત્વના તીર્થ સ્થાનોમાં સૌરાષ્ટ્રના દ્વારકા અને તમિલના કાંચીનો સમાવેશ થાય છે.

સદીઓથી ચાલી આવતી સનાતન સંસ્કૃતિ આજે પણ આપણા સમાજના લોકોએ જીવંત રાખી છે. આપણો સમાજ વર્ષો સુધી એક હતો અને હવે ફરી આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી એક બની રહ્યો છીએ. આપણું સૌભાગ્ય છે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ મળ્યું છે કે દેશના દરેક લોકોની લાગણીને સમજે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article