Ahmedabad: અમદાવાદ ઍરપોર્ટ ખાતે નવી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાન્સફર સુવિધા હવે શરૂ થઈ છે. જેનાથી હવે 2 ઇન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટના પેસેન્જરને ફરીથી આખી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહિ રહે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ, કે જે મુસાફરોને ધ્યાને રાખી સમયાંતરે એરપોર્ટ ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરતું આવ્યું છે. ત્યારે આજ એરપોર્ટ દ્વારા મુસાફરોને ધ્યાને રાખી વધુ એક સુવિધા મુસાઇરોને ધ્યાને રાખી શરૂ કરાઇ છે. જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સમર્પિત ટ્રાન્સફર અને સુરક્ષા તપાસ વિસ્તાર શરૂ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોની સલામતી વધારવાનો, મુસાફરોનો મૂલ્યવાન સમય બચાવવા અને પૂર્વથી પશ્ચિમને જોડતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે અને તેનાથી વિપરીત અમદાવાદ ઍરપોર્ટને હબ તરીકે સ્થાપિત કરવાનો છે.
નવી ટ્રાન્સફર ફેસિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર મુસાફરોને હવે સીધા જ પ્રસ્થાન સુરક્ષા હોલ્ડ એરિયામાં જવાની મંજૂરી આપશે. હવે આગમન દ્વારા ટર્મિનલમાંથી બહાર નીકળવાની જરૂરિયાત નહિ રહે તે દૂર થશે, તેમજ જરૂરી તપાસ કર્યા પછી એરપોર્ટ પર ફરીથી પ્રવેશ કરી શકશે.
અમદાવાદ ઍરપોર્ટ દ્વારા ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર ફેસિલિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનાથી મુસાફરોને મુશ્કેલી-મુક્ત અને સીમલેસ પેસેન્જર અનુભવ પ્રદાન કરવામા આવશે, ટ્રાન્સફરને સરળ અને આરામદાયક બનાવવા અને અમદાવાદને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે હબ તરીકે સ્થાપિત કરવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ ઍરપોર્ટમાં ડોમેસ્ટિક ઍરપોર્ટ પર મુસાફોને લગતી વિવિધ સુવિધા ઉભી કરવામા આવી રહી છે. તે પછી સિક્યોરિટી એરિયા વધારવાની વાત હોય. મુસાફરોની એન્ટ્રી વ્યવસ્થા. સિક્યોરિટી સ્ટાફ વધારવાની વાત હોય. ચેક ઇન અને ચેક આઉટ એરિયા ડેવલપ કરવાની વાત હોય. એરપોર્ટ પર આવતા મુસાફરોના આરામ માટે જે પોડ એરિયા ડેવલપ ની વાત હોય. અનેક વિધ સુવિધા ઉભી કરાઈ છે. તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ એરપોર્ટ ટર્મિનલ વધારવામાં આવી રહ્યું છે. કાર્ગો એરિયા ડેવલપ કરાઈ રહ્યો છે. કેમ કે ઇન્ટરનેશનલ મુસાફરોની સંખ્યા અને કાર્ગો પ્લેનની સંખ્યા પણ વધી રહી છે. તેમજ તાજેતરમાં એરપોર્ટ પર રન વે ઓન ડેવલપ કરવામાં આવ્યો છે. સાથે જ મુસાફરો માટે અનેક સ્થળ ની સીધી ફ્લાઇટ શરૂ કરી છે તેમજ તાજેતરમાં અમદાવાદ અને મુન્દ્રા વચ્ચે એર ટેક્સી સેવા પણ શરૂ કરી છે. જેનાથી મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Gujarati Video: દ્વારકામાં ગોમતી ઘાટ પર નિયમોનો ખુલ્લેઆમ ઉલાળિયો, લાઈફ જેકેટ વિના જ બોટની સફારી માણતા લોકો
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:41 am, Fri, 8 September 23