Ahmedabad: ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, પદયાત્રાના આયોજનથી પહોચશે મતદાતા સુધી

|

Sep 02, 2022 | 12:40 PM

અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની (Bharat sinh solanki ) આગેવાનીમાં યાત્રા યોજાઈ હતી જેમાં મોંઘવારીને લઈ પેટ્રોલ-ડીઝલના સહિતના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા

Ahmedabad: ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, પદયાત્રાના આયોજનથી પહોચશે મતદાતા સુધી

Follow us on

ગુજરાતમાં ચૂંટણીના  (Gujarat vidhansabha Election) પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. અત્યાર સુધી સુષુપ્ત અવસ્થામાં રહેતી કોંગ્રેસ  (Congress) પણ હવે મતદાતાઓનો મિજાજ જાણવા અને મતદાતાઓ સુધી પોતાના કાર્યો પહોંચાડવા પદયાત્રાનું (Padyatra) માધ્યમ પસંદ કર્યું છે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રાનો આજે બીજો દિવસ છે.

બીજા દિવસે અમરાઈવાડીમાં નીકળી પદયાત્રા

અમદાવાદમાં બીજા દિવસે કોંગ્રેસની પરિવર્તન પદયાત્રા યોજાઈ હતી. અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની (Bharat sinh solanki ) આગેવાનીમાં યાત્રા યોજાઈ હતી જેમાં મોંઘવારીને લઈ પેટ્રોલ-ડીઝલના સહિતના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

15 સપ્ટેમ્બરે જાહેર કરશે ઉમેદવારની પ્રથમ યાદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે અને કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાનો લક્ષ્યાંક સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે, આગામી 15 સપ્ટેમ્બરે ચૂંટણી માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે અલગ અલગ શક્યતાઓને આધારે પાર્ટીની સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ કમિટી ઉમેદવારો નક્કી કરશે. જો કે તેમણે નો રિપીટ થિયરી અંગે નિવેદન આપવાનું ટાળ્યું હતું.

પોસ્ટર વોર બાદ હવે પદયાત્રાનો રસ્તો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે મહાનગરોમાં રાજકીય પક્ષોએ પ્રજાને આકર્ષવા પોસ્ટરો, હોર્ડિંગથી પ્રચારની કવાયત તેજ કરી છે. અમદાવાદના મહત્વના રાજમાર્ગો પર ભાજપ, કોંગ્રેસનું પ્રચાર યુદ્ધ બરાબરનું જામ્યું છે. ભાજપે ગુજરાત અને કેન્દ્ર સરકારના શિક્ષણ, આરોગ્ય સહિત પ્રજાહિતમાં થયેલા મહત્વના કાર્યોને પોસ્ટર મારફતે જનતા વચ્ચે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો તો ભાજપે બુલેટ ટ્રેન, એઈમ્સ, આયુષ્માન, મુદ્રા યોજનાના પોસ્ટર ઠેર-ઠેર લગાવ્યા છે. તો કોંગ્રેસે પણ પોઝિટિવ પ્રચાર કરતા ગુજરાતમાં તેમના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોને રજૂ કર્યા હતા કોંગ્રેસે ‘કામ બોલે છે’ સૂત્ર હેઠળ શિક્ષણ, ખેતી, આરોગ્ય, સહકાર, ઔદ્યોગિકરણના થયેલા કામના હોર્ડિંગ્સ લગાવ્યા છે.

ગુજરાતની જનતાના દિલમાં લાંબા સમય બાદ જગ્યા બનાવવા માટે કોંગ્રેસે પોઝિટિવ પ્રચારની રણનીતિ અપનાવી છે. ભાજપ અને કોંગ્રેસના સમયમાં થયેલા કાર્યોને પોસ્ટરમાં સરખાવવામાં આવ્યા છે. જેના થકી જનતા હાથને સાથ આપશે તેવો કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

Next Article