
Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) બ્રાન્ચની કસ્ટડીમાં ઉભેલા આ શખ્સનું નામ છે સાજીલ શેખ. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાને આવ્યું હતું કે, કોઈ શખ્સ ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને તેના પર નિકોટીન યુક્ત ઈ સિગારેટના ફોટો રાખીને એક હજાર રૂપિયાથી લઇ ને 5 હજાર સુધીની ઈ સિગારેટનું વેચાણ કરી રહ્યો છે. જે ગેરકાયદેસર પ્રવૃતિ ધ્યાન પર આવતા અમદાવાદ સાયબર ક્રાઇમેં ગ્રાહક બનીને ઈ સિગારેટ ખરીદી કરવાનું છટકું ગોઠવીને સાજીલ શેખની ધરપકડ કરી લધી છે. આરોપી પાસેથી ઇ સિગારેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, સાજીલ શેખ આ નિકોટીન યુક્ત ઈ સિગારેટ મુંબઈથી મંગાવતો હતો અને અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર વેચાણ કરી રહ્યો હતો. ત્યારે વધુ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીના ગ્રાહકોમાં ખાસ કરીને યુવક અને યુવતી સહીત કોફી કેફે શોપ, રેસ્ટોરન્ટના સંચાલકો સંપર્કમાં હતા અને સોસીયલ મીડિયાથી ઈ-સિગારેટનું વેચાણ કરતો હતો. સાયબર ક્રાઇમે ઈ સિગારેટને લઈને સાજીલ શેખની ધરપકડ કરીને આ ઈ-સિગારેટ મુંબઈમાં કોની પાસેથી લાવતો હતો અને તેના નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલા છે તે મુદ્દે તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની કસ્ટડીમાં આવેલા આ ત્રણેય આરોપીઓ એ મુંબઈના એક વેપારીને લૂંટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ધટના કઈક એવી છે કે, મુંબઇનો એક વેપારી રાણીપ બકરા મંડીમાંથી બકરા ખરીદવા માટે અવાર નવાર અમદાવાદમાં આવતો હતો અને કાયમ એક જ રીક્ષા ચાલકની રીક્ષામાં બેસતો હતો જેથી રીક્ષા ચાલક મકબુલ અન્સારી વેપારીનો વિશ્વાસુ હતો. બસ આ જ વિશ્વાસ કેળવી લઈ આરોપી મકબુલ ઉર્ફે ભોલા અન્સારીએ પોતાના સાગરીતો સાથે મળીને એક લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો. જેમાં ત્રણ દિવસ પહેલા જ રીક્ષામાં બેઠેલો પેસેન્જર એટલે કે, મુંબઇનો વેપારી જ્યારે સી.ટી.એમ શૌચાલયમાં નાહવા માટે જાય ત્યારે રીક્ષા ચાલકની આંખમાં મરચું નાખીને રિક્ષામાં રહેલી બેગ લઈને ફરાર થઇ જવાનો આ મુજબનો પ્લાન આરોપી રીક્ષા ચાલક મકબુલ ઉર્ફે ભોલું અંસારી એ બનાવી લૂંટ કરે છે.
Published On - 5:43 pm, Thu, 3 November 22