AHMEDABAD : મહાનગરપાલિકાની ઇસનપુર અને ચાંદખેડા વોર્ડની પેટાચૂંટણી, છેલ્લા દિવસે ઉમેદવારોએ નોધાવી દેવાદારી

|

Sep 25, 2021 | 11:03 PM

ચાંદખેડા બેઠક માટે ભાજપના ઉમેદવાર રીનાબેન પટેલ, કોંગ્રેસના ઉમેદવાર દિવ્યા રોહિત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર યશ્વી સુદર્શને જિલ્લા કલેકટર કચેરીમાં ફોર્મ ભરી દાવેદારી નોંધાવી.

AHMEDABAD : અમદાવાદના ઈસનપુર અને ચાંદખેડા વોર્ડની 3 ઓક્ટોબરે યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી.ચાંદખેડા બેઠક માટે ભાજપના ઉમેદવાર રીનાબેન પટેલ, કોંગ્રેસના ઉમેદવાર દિવ્યા રોહિત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર યશ્વી સુદર્શને જિલ્લા કલેકટર કચેરીમાં ફોર્મ ભરી દાવેદારી નોંધાવી.આ ઉમેદવારોએ પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ કરવાની તેમજ ઉત્તમ શિક્ષણ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

શા માટે ખાલી પડી બેઠકો ?
મદાવાદ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડમાં ભાજપના જીતેલા મહિલા કોર્પોરેટર પ્રતિભા સક્સેનાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે, જ્યારે ઇસનપુરની વાત કરવામાં આવે તો ઇસનપુરના ભાજપના કોર્પોરેટર ગૌતમ પટેલનું અવસાન થતા આ બેઠક ખાલી પડી છે. આ બંને વોર્ડમાં ફરી ચુંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી જાહેર થતાં ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણી
રાજયની ગાંધીનગર મહાનગરપાલિકા , ઓખા , નગરપાલિકા , ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારોએ ઉમેદાવરી નોંધાવી દીધી છે.

આ પણ  વાંચો : ભારતીય વાયુસેનાના SWAC હેડક્વાર્ટર દ્વારા કુદરતી કૃષિ-ખેતીવાડીના પ્રોત્સાહન માટે પ્રદર્શન સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો : MEHSANA : ઊંઝાના ઉપેરા ગામમાં વીજળી પડી, બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત

Published On - 9:15 pm, Sat, 18 September 21

Next Video