Ahmedabad: રેલવે સ્ટેશન પર એક મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજીને છુમંતર થઈ, રેલવે પોલીસે અલગ અલગ ટીમ બનાવી મહિલાની શોધખોળ શરૂ કરી

|

Jun 09, 2021 | 9:43 PM

Ahmedabad: એક અજાણી મહિલાએ બાથરૂમ જવાનું કહી નજીકમાં બેઠેલા પેસેન્જરો બાળકીનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતુ. જો કે થોડો સમય સુધી મહિલા પરત ન ફરતા ત્યાં હાજર સુરક્ષા જવાનને પેસેન્જરોએ જાણ કરી ત્યાંથી જતાં રહ્યાં હતા.

Ahmedabad: રેલવે સ્ટેશન પર એક મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજીને છુમંતર થઈ, રેલવે પોલીસે અલગ અલગ ટીમ બનાવી મહિલાની શોધખોળ શરૂ કરી
બાળકીને ત્યજી દઈ છુમંતર થઈ ગયેલી મહિલા

Follow us on

Ahmedabad: અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) પર રવિવારે સવારે 4 વાગ્યે એક મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી જતી રહી. રેલવે સ્ટેશન ક્રોન્કોર હોલ પાસે કેટલા પેસેન્જરો બેઠા હતા. ત્યારે એક અજાણી મહિલાએ બાથરૂમ જવાનું કહી નજીકમાં બેઠેલા પેસેન્જરો બાળકીનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતુ. જો કે થોડો સમય સુધી મહિલા પરત ન ફરતા ત્યાં હાજર સુરક્ષા જવાનને પેસેન્જરોએ જાણ કરી ત્યાંથી જતાં રહ્યાં હતા.

 

બાળકીને લઈ સુરક્ષા જવાન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સીસીટીવી તપાસ કરતા સામે આવ્યું કે મહિલા બાળકી ત્યજી દેવા માટે રેલવે સ્ટેશન આવી હતી. રેલવે પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી બાળકી ચાઈલ્ડ લાઈન સંસ્થાને સોંપી છે. માસુમ બાળકીને તરછોડી જનારી મહિલા રેલવે સ્ટેશન ગેટ પર બાળકી લઈને આવતાં સીસીટીવીમાં કેદ થઈ છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

 

જે બાદ અડધો કલાક સુધીમાં રેલવે સ્ટેશન બહાર નીકળી જાય છે. રેલવે પોલીસ સ્ટેશન પીઆઈ આર.એમ.ચુડાસમાનું કહેવું છે કે બાળકીને ત્યજી દેવા રેલવે સ્ટેશનમાં મહિલા આવી હોય તેવું લાગી રહ્યુ છે. જેનાં કારણે રેલવે પોલીસે કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર રોડ સુધીના સીસીટીવી ચેક કરી રહ્યાં છે. જેમાં મહિલા બ્લેક કલર કપડા પહેરી અને ચાલતી આવતી હોવાનું નજર પડી રહ્યુ છે.

 

ત્યજી દીધેલ મહિલા ગુજરાતી ભાષા બોલતી હોવાથી અમદાવાદની કોઈ મહિલા હોવાની પોલીસને આશંકા છે. ત્યારે બાળકીનું સિવિલમાં મેડીકલ ચેકઅપ કરાવતા સ્વસ્થ હોવાથી ચાઈલ્ડ લાઈન સંસ્થા સોંપી દેવામાં આવી છે. પરંતુ રેલવે પોલીસે અલગ અલગ ટીમ બનાવી મહિલાની શોધખોળ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: Vadodara: વેપારીઓને દંડતી પોલીસનો અલગ ચહેરો, કોરોના ગાઈડલાઈનનું પાલન કરતાં વેપારીઓનું કર્યુ સન્માન

Next Article