Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. 26 કરોડથી વધુના કયા કયા વિકાસ કામોને મંજૂરી મળી તે જાણો

|

Feb 17, 2022 | 10:17 PM

રૂ. 1247 લાખના ખર્ચે દક્ષિણ-પશ્ચિમઝોનના જોધપુર વોર્ડમાં જુદા જુદા ટી.પી.રસ્તાઓ તથા નવા સમાવિષ્ટ બોપલ વિસ્તારના જુદા જુદા ટી.પી.રસ્તાઓ રીગ્રેડ કરી રીસરફેસ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. 26 કરોડથી વધુના કયા કયા વિકાસ કામોને મંજૂરી મળી તે જાણો
Ahmedabad: A total of Rs. More than 26 crore development works approved

Follow us on

• રૂ. 644 લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી.

• રૂ. 2009 લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી.

• મેયર કિરીટ પરમાર, ડે. મેયર  ગીતાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ સ્ટેન્ડીંગ કમિટી હોલ, દાણાપીઠ ખાતે મળેલ સ્ટેન્ડીંગ કમિટીમાં વોટરસપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજુરી આપી છે. રૂ. 102 લાખના ખર્ચે ઉત્તરઝોનના ઇન્ડીયા કોલોની, બાપુનગર, સરસપુર-રખિયાલ તેમજ અન્ય વોર્ડમાં ઇન્ટરનલ હયાત ડ્રેનેજ લાઇનો/સ્ટ્રોમ વોટર લાઇનો ડીશીલ્ટીંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

• રૂ. 76 લાખના ખર્ચે ઉત્તર-પશ્ચિમઝોનના થલતેજ વોર્ડમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનના અપગ્રેડેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી. રૂા. ૧૦૧ લાખના ખર્ચે ઉત્તર-પશ્ચિમઝોનના થલતેજ વોર્ડમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનના અપગ્રેડેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

• રૂ. 33 લાખના ખર્ચે ઉત્તર-પશ્ચિમઝોનના બોડકદેવ વોર્ડમાં નવા સિમાંકન મુજબ આવેલ.

• બોપલ વિસ્તારમાં જુદી જુદી જગ્યા પર ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

• રૂ. 333 લાખના ખર્ચે દક્ષિણઝોનના વટવા વોર્ડમાં 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવા, હયાત કમ્પાઉન્ડમાં આર.સી.સી. એપ્રોચ રોડ તથા ઇન્ટરલોકીંગ પેવર બ્લોક લગાવવાના કામને મંજૂરી આપવામાં આવી.

• રૂ. 53 લાખના ખર્ચે ઉત્તરઝોનના સૈજપુર વોર્ડમાં જુદી જુદી જગ્યાએ આર.સી.સી.રોડ તથા ઇન્ટરલોકીંગ પેવર બ્લોક લગાવવાના કામને મંજૂરી આપવામાં આવી.

• રૂ. 95 લાખના ખર્ચે ઉત્તરઝોનના સરસપુર-રખિયાલ તથા અન્ય વોર્ડમાં આર.સી.સી.રોડ તથા પેવર બ્લોક લગાવવાના કામને મંજૂરી આપવામાં આવી.

• રૂ. 80 લાખના ખર્ચે ઉત્તરઝોનના બાપુનગર વોર્ડના વિવિધ રોડ તેમજ ગુ.હા.બોર્ડની વસાહતમાં આવેલ જુદા જુદા આંતરીક રસ્તાઓનો ડામર રોડ તોડી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાડવાના કામને મંજૂરી આપવામાં આવી. રૂા. ૪૦ લાખના ખર્ચે ઉત્તર-પશ્ચિમઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલ બોપલ વિસ્તારોમાં તેમજ જુદા જુદા ટી.પી.રોડ પર રબર મોલ્ડીંગ પેવર બ્લોકથી ફૂટપાથ તથા પેવરબ્લોક લગાવવાના કામને મંજૂરી આપવામાં આવી.

• રૂ. 99 લાખના ખર્ચે મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં જુદા જુદા રસ્તાઓ ઉપર મીલીંગ કરી

• પોટ હોલ રીપેરીંગ અને હેવી પેચવર્ક કરવાના કામને મંજૂરી આપવામાં આવી. રૂ. 1247 લાખના ખર્ચે દક્ષિણ-પશ્ચિમઝોનના જોધપુર વોર્ડમાં જુદા જુદા ટી.પી.રસ્તાઓ તથા નવા સમાવિષ્ટ બોપલ વિસ્તારના જુદા જુદા ટી.પી.રસ્તાઓ રીગ્રેડ કરી રીસરફેસ કરવાના કામને મંજૂરી આપવામાં આવી. રૂ. 348 લાખના ખર્ચે પૂર્વઝોનના વસ્ત્રાલ વોર્ડમાં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી.

• ઉત્તર-પશ્ચિમઝોનના ચાંદલોડિયા વોર્ડમાં ફુટપાથ તથા સેન્ટ્રલવર્જ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી.

આ પણ વાંચો: Kutch : હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, BSFનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ

આ પણ વાંચો : સોમવારથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ ચાલુ થશે : શિક્ષણ મંત્રી

Published On - 10:16 pm, Thu, 17 February 22

Next Article