Ahmedabad: રાજ્યમાં વર્ષની અંતિમ નેશનલ લોક અદાલતના આયોજનમાં અમદાવાદમાં સૌથી વધુ 57,918 કેસનો નિકાલ થયો

|

Nov 13, 2022 | 9:39 AM

વર્ષની છેલ્લી લોક અદાલતમાં (lok adalat) મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ ખાતે કુલ 57,918 કેસનો નિકાલ થયો હતો. જે રાજ્યની તમામ અદાલતોમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સુરત ખાતે કુલ 44,795 કેસનો નિકાલ થયો છે.

Ahmedabad: રાજ્યમાં વર્ષની અંતિમ નેશનલ લોક અદાલતના આયોજનમાં અમદાવાદમાં સૌથી વધુ 57,918 કેસનો નિકાલ થયો
રાજયમાં વર્ષની અંતિમ અદાલતનું આયોજન

Follow us on

નાગરિકોના પેન્ડિંગ કેસના નિકાલ માટે વર્ષની અંતિમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્લીના આદેશ અનુસાર, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્યની સમગ્ર અદાલતોમાં વર્ષ 2022ની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી પેન્ડીંગ 1,67,081 કેસ તથાપ્રી-લીટીગેશન 1,57,357 કેસો મળીને કુલ 3,24,438 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. તથા કુલ 88,725 કરોડથી વધુની રકમનું સમાધાન થયું હતું. જેનાથી કોર્ટમાં કેસનું ભારણ ઘટાડી શકાયું છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસનો નિકાલ થયો

વર્ષની છેલ્લી લોક અદાલતમાં મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ ખાતે કુલ 57,918 કેસનો નિકાલ થયો હતો. જે રાજ્યની તમામ અદાલતોમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સુરત ખાતે કુલ 44,795 કેસનો નિકાલ થયો છે. જે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન-ઇન-ચીફ અરવિંદ કુમારના નેતૃત્વ અને સુચના મુજબ તેમજ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી, જજ હાઇકોર્ટ ઓફ ગુજરાત અને કારોબારી અધ્યક્ષ ગુજરાત રાજ્ય કાનુની સેવા મંડળનાં માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષઓને નેશનલ લોક અદાલતના દિવસે વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા  હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યમાં આયોજીત કરવામાં આવેલ નેશનલ લોક અદાલતને ભારે સફળતા મળી છે અને કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવામાં નેશનલ લોક અદાલતનાં માધ્યમ થી ગુજરાત રાજ્ય કાનની સેવા સત્તા મંડળ, રાજ્યના ન્યાયતંત્રને મદદરૂપ થયેલ છે

Next Article