Ahmedabad: સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધાારો, મધ્યમ વર્ગ માટે લગ્નગાળામાં સોનું ખરીદવું બન્યું મુશ્કેલ

|

Feb 02, 2023 | 2:35 PM

સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી છે. લગ્નગાળામાં લોકો સોના-ચાંદીના દાગીના ખરીદતા હોય છે,પરંતુ હવે ભાવ વધારો થતા ગ્રાહકો પણ ઓછું સોનું-ચાંદી ખરીદવા મજબૂર છે.

Ahmedabad: સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધાારો, મધ્યમ વર્ગ માટે લગ્નગાળામાં સોનું ખરીદવું બન્યું મુશ્કેલ
Drastic increase in gold and silver prices
Image Credit source: FILE PHOTO

Follow us on

કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીનો ભાવ આજે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. લગ્નસરાની સિઝનમાં જ સોના-ચાંદીનો ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય વર્ગ માટે સોનુ ખરીદવું ખૂબ મોંઘું બની ગયું છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતાં ચાંદીનો ભાવ કીલોએ 5 હજાર વધી ગયો છે. જ્યારે સોનાનો ભાવ 10 ગ્રામ 3 હજાર જેટલો વધી ગયો છે. ચાંદીનો ભાવ 66 હજારથી વધીને 71 હજાર પર પહોંચ્યો છે. જ્યારે સોનાનો ભાવ 57 હજાર 500થી વધીને 60 હજાર 400 પર પહોંચ્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટી પહેલા 12.50 ટકા હતી જે 2 ટકા વધી 14.50 કરી દેવાઈ છે.

સાથે અન્ય ડ્યુટી મળીને કુલ 18 ટકા ડ્યુટી થઈ ગઈ છે સાથે 3 ટકા GST યથાવત્ રહ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે. તો સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી છે. લગ્નગાળામાં લોકો સોના-ચાંદીના દાગીના ખરીદતા હોય છે,પરંતુ હવે ભાવ વધારો થતા ગ્રાહકો પણ ઓછું સોનું-ચાંદી ખરીદવા મજબૂર છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સોના અને ચાંદીના ભાવ દરરોજ બદલાતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. જોકે, ઘણી ઉથલપાથલ બાદ આજે સોના-ચાંદીના ભાવ સ્થિર થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમતમાં સતત  ફેરફાર નોંધાતા હતા અને ચાંદીના દરમાં પણ ઝડપથી વધઘટ થઈ રહી હતી. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સોના ચાંદી અને હીરા જેવી કિમતી વસ્તુઓ મોંઘી  થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આપ્યો આવકાર

કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આવકારતા કહ્યું કે  મુખ્ય 7 પાયા આધારિત અમૃત કાળનું બજેટ દેશને ગતિ આપશે તેમજ તેમણે ઉમેર્યું હતું કે  ગુજરાતનું બજેટ કેન્દ્ર સરકારેના માર્ગદર્શન પ્રમાણે હશે. તેમણે ઉમેર્યું હતું કે બજેટ તમામ  વર્ગ માટે ફાયદાકારક છે. દેશના ખેડૂત, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ છે. CM ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસના વખાણ કર્યા.મધ્યમવર્ગીય પરિવારોને ઈન્ક્મ ટેક્સમાં રાહતથી મોટો લાભ મળ્યો હોવાનું જણાવ્યું.

22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોવાથી ખૂબ જ લવચીક અને નબળું છે. આ કારણોસર તેમાંથી ઘરેણાં બનાવી શકાતા નથી.

 

Next Article