
અમદાવાદ (Ahmedabad) માં 16 વર્ષની એક સગીરા હવસનો શિકાર બન્યાનું સામે આવ્યું છે અને એ પણ માત્ર એક મહિનાથી સોશિયલ મીડિયા પર મળેલા યુવક દ્વારા ! શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારની આ ઘટનામાં સગીરાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો, ધમકી અને બ્લેકમેલીંગની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ચાંદખેડામાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેને બ્લેકમેલ કરવામા આવતી હતી. સગીરા પાસેથી આરોપી મીત પરમારે ચાંદીની પાયલ અને રોકડા રૂપિયા પણ પડાવી લીધા હતા. બાદમા સગીરા યુવકના વશમાં ન થતા પોતાના વિડીયો અને સીસીટીવી વાયરલ કરવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામા આવ્યો છે.
માત્ર એક મહિનાની ઓળખાણ બાદ યુવક સગીરાને પોતાના મિત્રના ઘરે લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને સાથે જ સગીરાની માતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે સગીરાના પરિવારને જાણ થતાં મામલો પોલીસ મથકે પહોચ્યો અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આરોપી મીતના પિતા, કાકા અને બે મિત્રોએ ફરિયાદ ન કરવા માટે પરિવારને ધમકાવ્યો હતો. સાથે જ આરોપી મીત સોશિયલ મીડિયા થકી સગીરા પાસે રૂપિયા માંગતો હોવાથી પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
મહત્ત્વનુ છે કે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર યુવકે ફિનાઇલ પીધું હોવાનો પણ ફરિયાદમા ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસે યુવકની સ્થિતી કેવી છે અને ક્યા કારણોસર ફિનાઇલ પીધું તે અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે ?
આ પણ વાંચો: હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી
આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય-પ્રવક્તા-કાર્યકરો સહિત AAPના હોદ્દેદારો-સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા