AHMEDABAD : દિલ્લી ચકલા પાસે આવેલા ઓઈલના ગોડાઉનમાં આગ, પોળ વિસ્તારમાં આગથી ફફડાટ

| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:49 PM

આ ગોડાઉન રહેણાંક વિસ્તાર એટલે કે પોળ વિસ્તારમાં આવેલું છે, જ્યાં ગીચ જગ્યામાં આગ લગતા ફફડાટ ફેલાયો છે.

AHMEDABAD : અમદાવાદ શહેરમાં ફરી એક વાર આગની ઘટના ઘટી છે. આ વખતે આગ પોળ જેવા ગીચ વિસ્તારમાં લાગી છે. દિલ્લી ચકલા પાસે ખજૂરીની પોળમાં એક ગોડાઉનમાં આગ લાગી છે.

દિલ્લી ચકલા વિસ્તારમાં આવેલી ખજૂરીની પોળમાં ઓટો ગેરેજના એક ગોડાઉનમાં આગ લાગી છે. આ ગોડાઉનમાં ઓટો ઓયલ તેમજ પાર્ટ્સ પણ રાખવામાં આવ્યાં હતા. ગોડાઉનમાં રાખવામાં આવેલા ઓયલના કારણે એકાએક આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે અંદાજે પોણા આઠ વાગ્યે આગ લાગી હતી અને ફાયર બ્રિગેડને 9:41 વાગ્યે એટલે કે લગભગ એક કલાક બાદ કોલ કરવામાં આવ્યો હતો, ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાયટરની 4 ટીમો આગને કાબુમાં લેવા કામે લાગી હતી. આ ગોડાઉન રહેણાંક વિસ્તાર એટલે કે પોળ વિસ્તારમાં આવેલું છે, જ્યાં ગીચ જગ્યામાં આગ લગતા ફફડાટ ફેલાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

આ પણ વાંચો : Lakhimpur Kheri: સંયુક્ત કિસાન મોરચાએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે 7 વકીલોની કમિટી બનાવી, કહ્યું, ‘આ ટીમ લડશે અમારી કાયદાકીય લડાઈ’

આ પણ વાંચો : Aryan Khan Release: આર્યન ખાન ભાગ્યશાળી છે જેને બેસ્ટ લીગલ ટીમ મળી, વકીલ સતીશ માનશિંદેએ આપ્યું મોટું નિવેદન

Published on: Oct 30, 2021 11:23 PM