Ahmedabad : એક એવી બીમારી જેમાં દર્દીને જીવે ત્યાં સુધી લેવી પડે સારવાર , એક વર્ષમાં 1 કરોડ રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ આપતી બિમારી

|

Aug 27, 2021 | 6:44 AM

ગાઉચર નામની આ બીમારીની સારવાર નથી પરંતુ ઇન્ઝાઈમ રીપ્લેસમેન્ટ થેરાપી ERT દ્વારા દર્દીની સારવાર કરી શકાય છે.હાલ ભારતમાં લગભગ 30થી 40 બાળકોને આ થેરાપી અપાઈ રહી છે.

Ahmedabad : વાત કરીએ એક એવી બીમારીની જેમાં દર્દીને જીવે ત્યા સુધી સારવાર કરવી પડે છે. એટલું જ નહીં પરંતુ એક વર્ષમાં તેનો ખર્ચ 1 કરોડ રૂપિયા જેટલો તોતિંગ હોય છે. આ ઓછું હોય તેમ સારવાર સમય પર કરવામાં ન આવે તો 10 વર્ષની અંદર જ દર્દીનું મૃત્યુ થઈ જાય છે. બાળક અને યુવાવસ્થામાં દેખાતી આ બીમારીમાં દર્દીનું પેટ સખત મોટું થાય છે.

લીવર અને બરોળ ખૂબ જ મોટી થાય છે, લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે અને દર્દીને યોગ્ય સમયે સારવાર ના મળે તો મૃત્યુ પણ થાય છે. દાહોદમાં રહેતા એક મુસ્લિમ પરિવારના બે દીકરા આ ગંભીર બીમારીના શિકાર બન્યા છે. આઠ વર્ષનો આયાન 2 વર્ષનો હતો ત્યારથી તેનું પેટ સખત વધવા લાગ્યુ અને પરિવારે સારવારની શોધ કરી. હાલમાં તો આયાનની સારવાર ચાલી રહી છે. પરંતુ હજુ પણ રંગરેજ મોહમદ જાફરના બીજા દીકરાને સારવાર માટે વલખા મારવા પડી રહ્યા છે..

ગાઉચર નામની આ બીમારીની સારવાર નથી પરંતુ ઇન્ઝાઈમ રીપ્લેસમેન્ટ થેરાપી ERT દ્વારા દર્દીની સારવાર કરી શકાય છે. હાલ ભારતમાં લગભગ 30થી 40 બાળકોને આ થેરાપી અપાઈ રહી છે. ગુજરાતમાં ગાઉચરના લગભગ 20 કેસ અને દેશમાં 200 જેટલા કેસ નોંધાયા છે. દર વર્ષે દેશમાં પાંચ હજાર જેટલા બાળકો આ રોગ સાથે જન્મે છે આ થેરેપીનો ખર્ચ એક વર્ષમાં 1 કરોડ સુધીનો થાય છે આ થેરેપી દર્દી જીવે ત્યાં સુધી આપવી પડે છે.

Next Video