Ahmedabad bomb hoax : ”ફ્લાઈટ મેં તો બોમ્બ હૈ ” કહીને પોલીસ તેમજ CIFS ને દોડતી કરનાર દિલ્લીના શખ્શ સામે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના

વિમાનમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. ત્યાર બાદ તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી કે વિનીતની ફ્લાઇટ ટીકીટ તેની કંપનીના એડમીન ડીપાર્ટમેન્ટ તરફથી બુક કરાવવામાં આવી હતી.

Ahmedabad bomb hoax :  ફ્લાઈટ મેં તો બોમ્બ હૈ  કહીને પોલીસ તેમજ CIFS ને દોડતી કરનાર દિલ્લીના શખ્શ સામે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના
Ahmedabad Airport
| Edited By: | Updated on: Feb 01, 2023 | 10:57 AM

અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 1 પરથી બોમ્બ મળ્યો હોવાનો નનામો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જે બાદ એરપોર્ટ CIFSએ તાકીદના ધોરણે સુરક્ષા અને બચાવની કામગીરી હાથ ધરી હતી તેમજ ફાયર વિભાગને આ અંગેની જાણ કરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ બોમ્બ ડીસ્પોઝલ  સ્કવોર્ડ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જોકે આ સમગ્ર તપાસમાં સામે આવ્યું હતું કે જે નંબર પર ફોન કર્યો તે નંબર વીનિત નોડિયાલના નામનો હતો.  પરંતુ બોમ્બની વાત કરનાર શખ્સ દિલ્લી ખાતે એડમિન વિભાગમાં હતો ઘટના બાદ પોલીસે ખોટી અફવા ફેલાવનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે વિનીત નોડિયલની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર ઘટના?

આ સમગ્ર તપાસમાં સામે આવ્યું હતું કે અમદાવાદથી ઉદયપુર જતી અલાયન્સ એરલાઇન્સના એક મુસાફરને એરલાઇન્સ ઓપરેટરે ફોન કર્યો હતો. ફ્લાઈટ ઉપડવાની હતી અને મુસાફર હજી પહોંચ્યો ન હોવાથી બોર્ડિંગ ઓફિસરે બોર્ડિંગમાં રહેલા નંબર પર મુસાફરને કોલ કર્યો હતો. વિમાનમાં મુસાફરી કરનારા મુસાફરનું નામ વિનીત નોડિયલ છે. જેની ટિકિટ તેના મેનેજરે બુક કરાવી હોવાથી દિલ્લીમાં બેસેલા વિનીતના મેનેજરને કોલ ગયો હતો અને વિનીતના મેનેજરે બોર્ડિંગ ઓફિસરને કહ્યું કે “આપ કી ફ્લાઈટમે તો બોમ્બ હૈ. મુઝે મરના નહીં હૈ” આવો પ્રત્યુત્તર મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી, પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો એલર્ટ થઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

બુકિંગમાં જણાવેલો મોબાઇલ વીનિતનો ન હોવાનું સામે આવ્યું

બુકિંગમાં જણાવેલ મોબાઇલ નંબર કે ઇમેલ એડ્રેસ વિનીતનો નથી પણ તેઓની કંપનીનાં એડમીન ઓફિસમાં નોકરી કરતા ભૂપેન્દ્રસિંગનો છે.કંપનીના એડમીન દ્વારા ટિકિટ બુક કરાવી હોવાથી તેમણે પોતાનો મોબાઇલ નંબર તથા ઇમેલ એડ્રેસ લખ્યો હતો. જોકે હવે પોલીસે ફોન પર બોમ્બ હોવાનું જણાવનાર દિલ્લીના ભૂપેન્દ્રસિંગ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથેજ વિનીતનો કોઈ રોલ છે કે કેમ સહિતના મુદ્દાઓ પર પોલીસ પૂછપરછ કરી રહીં છે. સમગ્ર મામલે જો વિનીતની પણ કોઈ ભૂમિકા સામે આવશે તો ભૂપેન્દ્રસિંગ સાથે વિનીત પર પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

જો કે વિમાનમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. ત્યાર બાદ તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી કે વિનીતની ફ્લાઇટ ટીકીટ તેની કંપનીના એડમીન ડીપાર્ટમેન્ટ તરફથી બુક કરાવવામાં આવી હતી અને આ બુકિંગમાં જણાવવામાં આવ્યું હતું કે  મોબાઇલ નંબર કે ઇમેલ એડ્રેસ વિનીતનો નથી પણ તેઓની કંપનીનાં એડમીન ઓફિસમાં નોકરી કરતા ભૂપેન્દ્રસિંગનો છે. આ ઘટના બાદ પોલીસે ખોટી અફવા ફેલાવનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે વિનીત નોડિયલની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

Published On - 8:35 am, Wed, 1 February 23