Ahmedabad: કાળઝાળ ગરમીમાંથી વાહનચાલકોને મળશે આંશિક રાહત, આજથી 1 મહિના માટે શહેરના 123 ટ્રાફિક સિગ્નલ નક્કી કરેલા સમય માટે બંધ રહેશે

|

May 10, 2022 | 4:01 PM

કુલ 180માંથી 123 ટ્રાફિક સિગ્નલ (Traffic signal)બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે 57 સિગ્નલ પર ઊભા રહેવાના સમયમાં ઘટાડો કરાયો છે.

Ahmedabad: કાળઝાળ ગરમીમાંથી વાહનચાલકોને મળશે આંશિક રાહત, આજથી 1 મહિના માટે શહેરના 123 ટ્રાફિક સિગ્નલ નક્કી કરેલા સમય માટે બંધ રહેશે
Ahmedabad Traffic Signal (File Image)

Follow us on

ગુજરાતમાં (Gujarat) ગરમીનો (Heat )ગ્રાફ દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) વાસીઓ માટે કાળજાળ ગરમીમાં (Summer) રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં અસહ્ય ગરમીના કારણે આજથી 1 મહિના માટે 123 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. કુલ 180માંથી 123 સિગ્નલ બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે 57 સિગ્નલ પર ઊભા રહેવાના સમયમાં ઘટાડો કરાયો છે. જેથી 1 મિનિટની ચેઈન 30 સેકન્ડમાં અને 2 મિનિટની ચેઈન 1 મિનિટમાં પૂરી થશે. શહેરીજનો અને પોલીસ બંનેનો હકારાત્મક અભિપ્રાય આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

બપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો ખુલ્લા રહેશે

અમદાવાદમાં આગ ઝરતી ગરમીથી વાહનચાલકોને આંશિક રાહત મળશે. રાજકોટ બાદ અમદાવાદમાં પણ એક મહિના માટે ટ્રાફિક સિગ્નલો (Traffic Signal ) વાહન ચાલકોને નહીં નડે. જેમાં વધતી જતી કાળઝાળ ગરમીને લઈ ટ્રાફિક પોલીસે રાહદારીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં બપોરના સમયે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો ખુલ્લા રહેશે. એટલે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ભર તડકામાં ઉભું રહેવું નહીં પડે. આ તડકામાં શેકાયા વગર જ વાહન ચાલકો સિગ્નલ પરથી પસાર થઈ શકશે. જ્યારે 57 સિગ્નલ પર ઊભા રહેવાના સમયમાં ઘટાડો કરાયો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

માત્ર 57 સિગ્નલ ચાલુ રાખવાનું નક્કી કરાયું

અમદાવાદ ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવું ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. એસજી હાઈવે ઉપર YMCAથી પ્રહલાદનગર, કર્ણાવતી ચાર રસ્તા, ઈસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા ઉપર હાઈકોર્ટના જજ સહિતના VVIPની અવરજવર રહેતી હોવાથી ત્યાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે તેમ હતી. જેથી આવા 57 સિગ્નલ ચાલુ રાખવાનું નક્કી કરાયું છે.

મહત્વનું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ માટે હીટવેવ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાઈ છે. ઉતર-પશ્ચિમના સૂકા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.

Published On - 2:02 pm, Tue, 10 May 22

Next Article