AHMEDABAD : ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલમાં 20 ICU બેડ સાથે જનરલ વોર્ડ ઉભો કરાશે

|

Jul 30, 2021 | 12:14 PM

ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલમાં OPD બેઝ જ સારવાર મળતી હતી, હવે આ જ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટની સુવિધા પણ મળી રહેશે.

AHMEDABAD : કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે અમદાવાદ શહેર પોલીસ વિભાગે તૈયારીઓ આદરી છે.શાહીબાગ પોલીસ હેડક્વાર્ટ્સ સામે આવેલા ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલમાં 20 ICU બેડ અને એક જનરલ વોર્ડ ઉભો કરાશે. આ સાથે જ ઓક્સિજન અને દવા સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવશે. વ્યવસ્થાની શરૂઆતના ભાગરૂપે અને રીનોવેશનને લઇને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હોસ્પિટલ ખાતે ખાતમુહૂર્ત કર્યું હતું. 4 કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.મહત્વનું છે કે, અત્યાર સુધી આ હોસ્પિટલમાં OPD બેઝ જ સારવાર મળતી હતી, હવે આ જ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટની સુવિધા પણ મળી રહેશે.

આ પણ વાંચો : SURAT : 15 માંથી 3 મલ્ટીપ્લેક્સ આજથી શરૂ, 12 મલ્ટીપ્લેક્સ 5 ઓગસ્ટ પછીથી ખુલશે

આ પણ વાંચો : JUNAGADH : સતત ચોથા દિવસે ગિરનાર રોપ-વે બંધ, પ્રવાસીઓમાં નારાજગી

Next Video