Ahmedabad: ઇસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, 30 જૂને યોજાશે ‘નેત્રોઉન્મીલન’ ઉત્સવ

|

Jun 29, 2022 | 3:42 PM

આશરે 5 હજારથી વધારે નગરજનો રથયાત્રામાં (Rathyatra) જોડાશે. રથયાત્રા દરમિયાન 300 કિલો ખીચડી તથા મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

Ahmedabad: ઇસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, 30 જૂને યોજાશે નેત્રોઉન્મીલન ઉત્સવ
Iskon Temple Rathyatra

Follow us on

ભગવાન જગન્નાથની (Lord Jagannath) સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર (ISKCON Temple) દ્વારા પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ ઇસ્કોન મંદિરની 13મી રથયાત્રા હશે. રથયાત્રા (Rathyatra) પૂર્વે ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વ ઇસ્કોન મંદિરને 400 ભક્તો દ્વારા સફાઈ કરવામાં આવી છે જેને “ગુંડિચા માર્જન” ઉત્સવ કહેવામાં આવે છે. સાથે સાથે રથને પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભગવાનનો “નેત્રોઉન્મીલન” ઉત્સવ થશે

રથયાત્રાના એક દિવસ પહલા એટલે 30 જૂનના રોજ ભગવાનનો “નેત્રોઉન્મીલન” ઉત્સવ ઉજવામાં આવશે., જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ તથા બહેન સુભદ્રાજીના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. તો 1 જુલાઈના રોજ 35 ફુટ ઊંચા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ તથા બહેન સુભદ્રાજીને બિરાજવામાં આવશે. ભગવાનના રથને વિવિધ જાતના રંગબેરંગી દેશી તથા વિદેશી ફૂલ દ્વારા સુશોભિત કરવામાં આવશે. તથા ભગવાન જગ્ગનાથ, ભાઈ બલદેવ તથા બહેન સુભદ્રાજીને નવા વસ્ત્રોથી સુશોભિત કરવામાં આવશે.

ભગવાનને 56 ભોગ અર્પણ કરાશે

રથયાત્રા ચાલુ થાય તે પહેલા ભગવાનને 56 ભોગ અર્પણ કરવામાં આવશે અને ભગવાનની આરતી પછી વિધિવત રીતે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જે રથયાત્રા સાંજે 4 કલાકે રથયાત્રા બિલેશ્વર મહાદેવથી નીકળી શ્યામલ ચાર રસ્તા, આનંદ નગર રોડ, થઇ પ્રેરણાતીર્થ દેરાસર થઇ આનંદ નીકેતન સ્કૂલ થઇ રામદેવનગરથી ઇસ્કોન મંદિર પહુંચશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

300 કિલો ખીચડી તથા મગનો પ્રસાદ

આશરે 5 હજારથી વધારે નગરજનો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા દરમિયાન 300 કિલો ખીચડી તથા મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા મૃદંગ, કરતાલ, જેવા વાજીંત્રો સાથે કીર્તન કરવામાં આવશે. સાથે-સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે.

જે રથયાત્રામાં 150થી વધારે પોલીસ કર્મીનું બંદોબસ્ત તથા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર રથયાત્રાનું નિરક્ષણ કરવામાં આવશે. સંત સવૈયાનાથ સમાધિ સ્થાનના પૂજ્ય મહંત સંભુનાથજી મહારાજ તથા રાજકારણી મહાનુભાવો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. રથયાત્રા બાદ તમામ ભક્તો માટે ઇસ્કોન મંદિરમાં ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સમગ્ર રથયાત્રા ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજી ના નેતૃત્વમાં નીકળશે.

Next Article