Ahmedabad: 107 વર્ષ 99 ટકા હાર્ટ બ્લોકેજ છતા 100 ટકા સફળતા, વાંચો સૌથી વૃદ્ધ મહિલા દર્દીની સારવાર અને સફળતાનો ઇતિહાસ

|

Jun 08, 2022 | 12:25 PM

મધ્યપ્રદેશમાં હૃદયરોગનો (Heart attack) હુમલો આવ્યા બાદ વૃદ્ધાને અમદાવાદની (Ahmedabad) હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર 99 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું.

Ahmedabad: 107 વર્ષ 99 ટકા હાર્ટ બ્લોકેજ છતા 100 ટકા સફળતા, વાંચો સૌથી વૃદ્ધ મહિલા દર્દીની સારવાર અને સફળતાનો ઇતિહાસ
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 107 વર્ષના મહિલા દર્દીની સફળ સારવાર

Follow us on

અમદાવાદની (Ahmedabad) પ્રાઈવેટ હોસ્પિટલે વૃદ્ધ દર્દી, મધ્ય પ્રદેશના 107 વર્ષીય મહિલાની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) દ્વારા તેમના હૃદયની સામાન્ય કામગીરીને પુનઃસ્થાપિત કરીને સારવારમાં ઇતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશમાં હૃદયરોગનો (Heart attack) હુમલો આવ્યા બાદ વૃદ્ધાને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર 99 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું. ખૂબ જ નાજુક તબિયત ધરાવતા વૃદ્ધા ની સારવાર મોટો પડકાર હતો. જો કે મોરેંગો સિમ્સ હોસ્પિટલે આ વૃદ્ધાની સફળ સારવાર કરી છે.

107 વર્ષની મહિલાની એન્જિયોપ્લાસ્ટી

હોસ્પિટલના તબીબોએ 107 વર્ષના મહિલા દર્દીની સફળતાપૂર્વક સારવાર કરીને ક્લિનિકલ એક્સીલન્સમાં વધુ એક ઝળહળતો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સારવાર પૂરી થયાના ત્રણ જ કલાકની અંદર આ મહિલા ચમત્કારિક રીતે હરતાફરતા થઈ ગયા હતા. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ અને અન્ય નિષ્ણાત તબીબોની સહાયતાથી આ સારવાર શક્ય બની હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.

પરિવારને અમદાવાદની હોસ્પિટલ પર હતો વિશ્વાસ

આઈસક્રીમ ખાવાના ખૂબ જ શોખીન મધ્યપ્રદેશના બાદમ બાઈ વ્યાસને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનોને લાગ્યું કે, તેમની હૃદયની કથળેલી સ્થિતિ માટે તાત્કાલિક સારવાર કરાવવી પડશે, ત્યારે તેમણે તેમને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં જરાય વિલંબ ન કર્યો. લગભગ આઠ કલાકની મુસાફરીમાં આ 107 વર્ષની વયની મહિલાને અમદાવાદ લાવવા એ સમગ્ર પરિવારનો નિશ્ચય હતો. મહિલા દર્દીમાં નબળાઈ હોવા છતાં, પરિવારને અમદાવાદની હોસ્પિટલના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ વિશ્વાસ હતો, જ્યાં ક્લિનિકલ એક્સીલન્સ સાથે દરેક દર્દીની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવે છે, અને તેઓ તેમના નિર્ણયોમાં ખોટા નહોતા.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

મોરેંગો સિમ્સ હોસ્પિટલમાં એક દિવસની વયથી માંડીને 107 વર્ષની વયના દર્દીઓની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી છે અને તે એક અદ્વિતીય રેકોર્ડ છે. સીએબીજી (બાયપાસ સર્જરી) માટે સારવાર કરાયેલ બ્રિટન/કેન્યાની નાગરિકતા સાથે કેન્યાના 90 વર્ષથી વધુની ઉંમરના આંતરરાષ્ટ્રીય દર્દી, જ્હોન વ્હાઇટનો રેકોર્ડ હજુ પણ ભારતમાં અજોડ છે. જમનાબેનના કિસ્સામાં, પડકારો તેમની વય કરતાં પણ વધુ હતા. રેડિયલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા માટે દર્દી એટલો તંદુરસ્ત હોવો જોઈએ કે તેના કાંડામાં ડોક્ટરો રેડિયલ આર્ટરી શોધી શકે જે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

ભારતની બહુ ઓછી હોસ્પિટલોમાંની એક છે જે એક દિવસના બાળકોને નિયમિત કાર્ડિયાક ઇન્ટરવેન્શનથી લઈને એક કિલોના વજન ધરાવતા બાળકો તથા 80-90 વર્ષની ઉંમરના અને હવે તો 100 વર્ષથી વધુ વયના દર્દીઓની કાર્ડિયાક સર્જરી હાથ ધરે છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ તમામ વયજૂથના દર્દીઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

Next Article