ગુજરાત પોલીસની બોર્ડર પર બાજ નજર, ડ્રગ્સ બાદ દારૂ ઘુસાડવાના નેટવર્કનો થયો પર્દાફાશ

|

Aug 03, 2022 | 10:08 AM

સ્ટેટ મોનિટરિંગ સેલનો દાવો છે કે તેણે ગુજરાત પોલીસની સાથે રહીને રાજ્યમાં દારૂ (liquor) ઘુસાડવાના નેટવર્કને રોકવામાં સફળતા મેળવી છે.

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ(Drugs Network) બાદ હવે દારૂ ઘુસાડવાના નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસ (gujarat Police)  અને સ્ટેટ મોનિટરિંગ સેલની (State monitoring cell) બાજ નજર રાજ્યની એ તમામ બોર્ડર પર છે, જ્યાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે.સ્ટેટ મોનિટરિંગ સેલનો દાવો છે કે તેણે ગુજરાત પોલીસની સાથે રહીને રાજ્યમાં દારૂ (liquor) ઘુસાડવાના નેટવર્કને રોકવામાં સફળતા મેળવી છે.જે અંતર્ગત ગુજરાતમાં (gujarat) દારૂ ઘુસાડનારા સાત પૈકી પાંચ મોટા બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

પોલીસ સક્રિય થયા બાદ તમામ બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા

આટલું જ નહીં પણ ગુજરાત પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રિય થયા બાદ તમામ બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.અત્યાર સુધીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નાગદાન, ગોરખ ઉર્ફે પીન્ટું, અલકેશ બાકલીયા, શૈલેષ કોઠારી સહિતાના મોટા બુટલેગરોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બુટલેગરો સુધી પણ પહોંચવાની દિશામાં પણ સતત કાર્યવાહી થઈ રહી છે.મહત્વનું છે કે, બરવાળા ઝેરીદારૂકાંડ (Barvala Hooch Tragedy) બાદ પોલીસ વધુ એક્ટિવ થઈ છે.આ ઝેરીદારૂકાંડમાં 39થી વધુ લોકોના મોત થયા હતા.

Published On - 10:02 am, Wed, 3 August 22

Next Video