અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad-Vadodara Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) થયાના સમાચાર મળી રહ્યા છે.આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.રિલાયન્સ પેટ્રોલ પંપ (reliance Petrol Pump) પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા,એક પુરુષ અને એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે જ મોત થયુ છે.તમને જણાવી દઈએ કે,અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે.હાલ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં(Nadiad Civil Hospital) પોસ્મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
થોડા દિવસો અગાઉ પણ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કાર્ગો ટેલર ટ્રક, ઓઈલ ટેન્કર અને આઈસર વચ્ચે સર્જાયો હતો.આ ત્રિપલ અકસ્માતમાં (Triple Accident) એક ડ્રાયવરનું કરૂણ મોત તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, આ અકસ્માત ઉભેલી આયશર ટ્રક સાથે ટ્રેલર અથડાતા સર્જાયો હતો. જેમાં અકસ્માત થતાં જ ટ્રેલરમાં LPG સિલિન્ડર ફાટતાં ધડાકા સાથે આગ લાગી હતી. જેના કારણે આગમાં ફસાઈ ગયેલ ટ્રેલર ડ્રાઈવર નરેશ મોહંતોનુ મોત થયું હતું. જ્યારે પાછળથી આવી રહેલ અન્ય એક ટ્રક અકસ્માતગ્રસ્ત બે વાહનોથી બચવવાની કોશિશમાં પલ્ટી ખાધી હતી.
જેના પગલે ટ્રક ડ્રાઈવરને ઇજા થતા તેને નડિયાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પલ્ટી ગયેલ ટ્રકમાંથી ઓઇલ હાઈવે પર ઢોળાયું હતું.તો બીજી તરફ અકસ્માતને લીધે લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જો કે આ દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.