ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) પણ તાબડતોબ ગુજરાતમાં એક બાદ એક શહેરોની મુલાકાતે આવી રહ્યા છે. આ જ સિલસિલામાં આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ફરી ગુજરાત (Gujarat) આવશે. કેજરીવાલે ટ્વીટ કરી જાણકારી આપી છે કે સોમવારે તે અને મનિષ સિસોદિયા બે દિવસ માટે ગુજરાત આવશે. આ દરમિયાન તેઓ શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી ગેરંટી આપશે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. દરેકની સારુ શિક્ષણ અને સારી સારવાર વિનામૂલ્યે મળશે. જેનાથી લોકોને રાહત થશે. આ મુલાકાત દરમિયાન તેઓ યુવાનો સાથે પણ સંવાદ કરશે.
सोमवार को मैं और मनीष जी दो दिन के लिए गुजरात जाएँगे – शिक्षा और स्वास्थ्य की गारंटी देने। दिल्ली की तरह गुजरात में भी अच्छे स्कूल, अच्छे अस्पताल और मोहल्ला क्लिनिक बनाएँगे। सबको अच्छी शिक्षा और अच्छा इलाज मुफ़्त मिलेगा। लोगों को खूब राहत मिलेगी
युवाओं से भी संवाद करेंगे
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 20, 2022
ગુજરાતમાં પોતાની રાજકીય જમીન સેટ કરવા અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની તૈયારીઓમાં લાગી ગઈ છે. ગુજરાતના મતદારોને રિઝવવા અને આમ આદમી પાર્ટી એક બાદ એક ગેરન્ટી સ્કીમ આપી રહી છે. આ અગાઉ 4 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ દયનિય હોવાનું જણાવ્યુ અને ગુજરાતની શાળાઓને પણ દિલ્હીની શાળા જેવી બનાવવા જણાવ્યુ હતુ. સાથોસાથ તેમણે શિક્ષકોને પણ રિઝવવાનો પ્રયાસ કર્યો.
તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કોઈ કામગીરી નહીં કરાવે. આ અગાઉ તેમણે ગુજરાતના બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતની વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. આ વખતે સોમવારે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને ગેરંટી આપશે. આ અંગેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે.