
વરસાદ (Rain) બાદ અમદાવાદ શહેરના(Ahmedabad City) રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે પ્રિમોન્સુન કામગીરી યોગ્ય સાબિત ન થતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ પોતાનુ ભીનુ સંકેલવા AMC કામે લાગી છે.રવિવારે બિસ્માર રસ્તાઓને લઈ રિવરફ્રન્ટ હાઉસમાં(Riverfront house) બેઠક યોજાઈ હતી.મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર,(Ahmedabad mayor) સ્ટેન્ડિંગ કમિટીના (Standing committee) ચેરમેનની હાજરીમાં મળેલી બેઠકમાં રોડ-રસ્તાની કામગીરી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
વરસાદના કારણે તૂટેલા રસ્તા, ખાડાના સમારકામની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના અપાઈ છે.આગામી એક સપ્તાહમાં રોડના સમારકામની કામગીરી પૂર્ણ કરવાનો તંત્રએ આલાપ રટ્યો છે.શહેરમાં કુલ 27 જેટલી ડ્રેનેઝ લાઈન(Dranaze Line) તૂટી છે.તેમાંથી 7 જેટલી ડ્રેનેઝ લાઈનની કામગીરી પૂર્ણ કરાઈ છે.
અમદાવાદમાં સીઝનનો જેટલો વરસાદ વરસતો હોય, તેનો બમણો વરસાદ શહેરમાં પડી ચુક્યો છે.જેને પગલે શહેરના રસ્તા ખાડાથી ભરાયા છે.લોકોની કમર તૂટી રહી છે.તો બીજીબાજુ લોકો તંત્રની (AMC) સામે રોષ ઠાલવી રહ્યા છે.સ્થિતિ એવી છેકે રસ્તાની ઉપર પણ પાણી છે અને રસ્તાની નીચે પણ પાણી વહી રહ્યું છે.
ચોમાસામાં અમદાવાદના રસ્તા પર ચાલવું મોતના રસ્તા પર ચાલવા જેવું લાગી રહ્યું છે.આવુ એટલા માટે કહેવાય છે કેમકે શહેરના રસ્તાની ઉપર પાણી ભરાતા લોકો પરેશાન છે જ.પરંતુ હવે રસ્તાની નીચે પણ પાણી વહી રહ્યું છે. રસ્તા પર જનારા વાહનચાલકો ક્યારે 15 ફૂટ જેટલા મોટા ખાડામાં ગરકાવ થઈ જાય એ કહી શકાતું નથી. તો હજારો ખાડા પરથી પસાર થનારા લોકો એકજ સવાલ પૂછી રહ્યા છે કે આ મુશ્કેલી આખરે ક્યાં સુધી ?