અમદાવાદમાં એસઓજીના હાથે નકલી દસ્તાવેજો બનાવતી એક ટોળકી ઝડપાઇ

|

Sep 14, 2022 | 5:12 PM

અમદાવાદ શહેર (Ahmedabad) એસ.ઓ.જીએ એક નકલી ડોક્યુમેન્ટ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે નકલી ડોક્યુમેન્ટ બનાવતી ટોળકી પકડી પાડી છે જે કરોડો રૂપિયાની કમાણી કરતી હતી.

અમદાવાદમાં એસઓજીના હાથે નકલી દસ્તાવેજો બનાવતી એક ટોળકી ઝડપાઇ
પ્રતિકાત્મક ઇમેજ

Follow us on

Ahmedabad : વિદેશ (Abroad)જવાની ઘેલછા માટે લોકો અત્યાર સુધી અનેક ગેરકાયદેરના રસ્તાઓ અપનાવી ચૂક્યા છે. ખાસ કરીને બનાવટી પાસપોર્ટ, નકલી વિઝા અને અન્ય ડોક્યુમેન્ટ (Fake document) બનતા જોયા હશે. પણ એવું એક પણ ડોક્યુમેન્ટ નહિ હોય કે જે નકલી નહિ બનતું હોય અને આવા જ નકલી ડોક્યુમેન્ટ બનાવતા લોકોની અમદાવાદ એસ.ઓ.જી એ (SOG)પકડી પાડયા છે. પોલીસે મુખ્ય આરોપી સૂર્યપ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી સહિત અન્ય ત્રણ આરોપી એમ કુલ પાંચ આરોપીઓને એઓસજી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. આ લોકો વિઝા માટે કોઈ પણ વિભાગના ખૂટતા નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા.

પોલીસે માહિતીને આધારે દરોડો પાડીને નકલી દસ્તાવેજ બનાવતી ફેકટરી પર દરોડા પાડ્યા હતા. પોલીસને તપાસ દરમ્યાન 200 જેટલા અલગ અલગ વિભાગ સિક્કા મળી આવ્યા હતા. જેમાં સરપંચ, તલાટી, બેન્ક અને કોર્પોરેશનના સ્ટેમ્પ, લેટરપેડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. પોલીસ તપાસમાં તમામ સરકારી કચેરીના સિક્કા આ આરોપીઓ પાસે મળી આવ્યા હતા. પહેલા આ આરોપીઓ ઈન્કમટેકસ ભરવાનું કામ કાજ કરતા હતા. જે બાદ ચારેક વર્ષથી નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

Fish Oil: બાજ જેવી થઈ જશે તમારી નજર, માછલીના તેલનું સેવન કરવાના 7 મોટા ફાયદા
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
સુરતમાં ફરવા માટેના આ બેસ્ટ પ્લેસ નહીં કરતાં મિસ
મગનું સેવન કરવાથી થાય છે આ મેજિકલ ફાયદા
કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલી કલાક સૂવુ જોઈએ?
ગુજરાતી સિંગરની ફેશન સેન્સ બધાને પસંદ આવે છે

આ ટોળકી બેન્ક સ્ટેટમેન્ટ, જન્મ મરણની દાખલો, તલાટી કે સરપંચ નો દાખલો સહિતના જે જોઈએ તે ડોક્યુમેન્ટ બનાવવા માટે આ ફેકટરી બનાવી બેઠા હોવાનું સામે આવ્યું છે. જે સરકારી કચેરીમાં પોતાના સિક્કા નહિ હોય તે તમામ સિક્કા અને ડોક્યુમેન્ટ આરોપીઓ પાસે હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં અનેક લોકોને વિદેશ મોકલ્યા છે.

મુખ્ય આરોપી તેના બે પુત્રો અને ભત્રીજાને પણ સાથે રાખી આ નકલી દસ્તાવેજો બનાવતો હતો. પોલીસને તપાસ દરમ્યાન 5 લાખ રોકડા અને કોમ્પ્યુટર પણ મળી આવ્યા છે જેને ટેક્નિકલ ઢબે તપાસવામાં આવશે. તમામ ખૂટતા ડોક્યુમેન્ટ બનાવનાર આ ગેંગ અત્યાર સુધી 40 લોકોને ફાઇલ બનાવી આપી હોવાની કબૂલાત કરે છે પણ વિદેશ ગયા લોકોનો આંકડો વધી શકે છે અને એક ફાઇલના અંદાજીત 15 થી 20 લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા. અમદાવાદના સમાચાર અહીં વાંચો.

મહત્વનું છે કે વિદેશ જવાની ઘેલછામાં લોકો પોતાને આખું જીવન બરબાદ કરી મુકતા હોય છે. ખોટા દસ્તાવેજો હોવાના કારણે ઘણા એવા કિસ્સા બન્યા છે જેમાં વિદેશના એરપોર્ટ પરથી જ વ્યક્તિએ પાછા આવવું પડ્યું હોય કારણકે બનાવટી દસ્તાવેજના આધારે વિઝા મેળવ્યા હોય જેના લીધે આવા વિઝા લેનાર વ્યક્તિની તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર ભાંડો ફૂટી જતો હોય છે અને આવા સમયે વિદેશમાં જવાનું સપનું એક સપનું જ બનીને રહી જતું હોય છે. ત્યારે હાલતો એસ.ઓ.જી પોલીસે નકલી ડોક્યુમેન્ટ ને આધારે વિઝા તૈયાર કરી આપતી આ ટોળકીને પકડી પાડી છે અને આવનારા નજીકના સમયમાં આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હજી પણ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે.

Published On - 4:50 pm, Wed, 14 September 22

Next Article