દોઢ દાયકા પહેલાં અમદાવાદમાં પણ હિન્દુ-મુસ્લિમ પ્રેમકહાનીમાં પ્રેમિનાં ‘ટુકડા’ થયા હતા, વાંચો સનસનીખેજ True Story

|

Nov 26, 2022 | 10:23 AM

કોણ જાણે કેમ? પણ, કુદરત થોડા કલાકો પહેલાં થયેલી એક હત્યાના આરોપીઓને જાણે રંગે હાથ ઝડપાવવા માંગતી હોય! આસિફા લાશ ફેંકવા જતા રંગે હાથ પકડાઈ હતી. પ્રેમિએ લગ્નની ના પડતા રૂમમાં પુરીને ભાઈઓ સાથે કતલ કરીને લાશના ટુકડા કોથળામાં ભરી લીધા હતા..!

દોઢ દાયકા પહેલાં અમદાવાદમાં પણ હિન્દુ-મુસ્લિમ પ્રેમકહાનીમાં પ્રેમિનાં ‘ટુકડા’ થયા હતા, વાંચો સનસનીખેજ True Story
'pieces' of lovers in a Hindu-Muslim love story, read Sensational True Story (Symbolic Image)

Follow us on

હિન્દુ-મુસ્લિમ પ્રેમકહાની ‘ટુકડાખોર’ પહેલેથી રહી છે. આફતાબની પાશવતા અને શ્રધ્ધાની વિવશતા ની કહાનીએ દેશને હચમચાવી મુક્યો છે. આવી જ એક
ઘટના આજથી દોઢ દાયકા પહેલાં અમદાવાદમાં બની હતી. દિલ્હીમાં શ્રધ્ધાનો તો અમદાવાદમાં શરદનો ભોગ લેવાયો હતો. ત્યાં હત્યાનો દોષ આફતાબ પર
છે અને આસીફા પર હતો. શ્રધ્ધાની હત્યા પણ મે મહીનામાં થઈ હતી અહીં શરદની કતલ પણ મે મહિનામાં જ થઈ હતી. બન્નેમાં સામ્યતાઓ અને અંજામ
એક જેવો જ છે. બન્નેની લાશના ટુકડા કરી થેલામાં ભરાયા. બસ આફતાફ લાશ ફેંકવામાં સફળ રહ્યો અહીં આસિફા લાશ ફેંકવા જતા પકડાઈ હતી.

વર્ષ 2006ની વાત છે. ઉનાળાની રાત હતી. રોજની જેમ હિન્દુ વિસ્તાર કરતા મુસ્લિમ વિસ્તારમાં મધરાતેય ચહલપહલ વધુ હતી. સાબરમતી નદી પરના
સરદારબ્રીજ પરથી રાતેય એકલ-દોકલ વાહનો પસાર થઈ રહ્યાં હતા. રોજની જેમ બે પોલીસ કોન્સ્ટેબલ ફુલ બજાર પાસે બ્રિજના છેડે બાઈક પાર્ક કરી નાઈટ
ડ્યૂટી પર તહેનાત હતા. ટાઇમ પાસ કરવા ગપાટા મારતા આવતા જતા વાહનો પર નજર રાખી રહ્યાં હતા. એકાએક બન્નેની નજર પાલડી તરફથી બ્રિજ પર
આવી રહેલી એક રિક્ષા પર પડી. કોણ જાણે કેમ? પણ, કુદરત થોડા કલાકો પહેલાં થયેલી એક હત્યાના આરોપીઓને જાણે રંગે હાથ ઝડપાવવા માંગતી
હોય! બન્ને કોન્સ્ટેબલ રિક્ષાને જોઈને થોડા એલર્ટ થયા અને રિક્ષા નજીક આવતા જ તે રોડની વચ્ચે આવી ગયા. હાથના ઈશારાથી રિક્ષા ડ્રાઈવરને ઉભો
રહેવાનો ઈશારો કર્યો. બન્નેથી માંડ ત્રણેક ફુટ દુર રિક્ષા ઉભી રહી ત્યાં તો પાછળ બેઠેલાં બે શખ્સો કુદીને રિક્ષામાંથી ઉતર્યા અને પાછા પાલડી તરફ દોટ
મૂકી. બન્ને કોન્સ્ટેબલે પણ યુવકોને ભાગતા જોઈ પળવારનો પણ વિચાર કર્યા વગર રિક્ષાને ઘેરી લીધી. રિક્ષાનો ડ્રાઈવર તો હબક ખાઈ ગયો. તેને પળવાર તો
સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. આ નાશભાગ વચ્ચે પણ રિક્ષાની પાછળ બેઠેલી એક યુવતી તંદ્રામાં સરી પડેલી અને સ્થિર બેઠી હતી. તેને રિક્ષાની બહાર
પોલીસના હાકોટા પણ જાણે સંભળાતા નહોતા.

બ્રિજની સ્ટ્રિટ લાઇટના અજવાળુ ભલે રિક્ષાની અંદર નહોતુ પહોંચતુ પણ અંદરનું દ્રશ્ય જોવું પોલીસકર્મીઓ માટે અશક્ય નહોતુ. રિક્ષા ડ્રાઈવર તો ગભરાઈને
બોલવા લાગ્યો, સાહેબ હું તો ભાડું લઇને આવ્યું છું…! એનો મતલબ હતો કે, ભાગનાર કોણ છે તેની તેને ખબર નથી અને તે તો માત્ર ભાડાના રૂપિયા માટે
અંદર બેઠેલાને લઈને જતો હતો. બીજા એક કોન્સ્ટેબનું ધ્યાન જાણે અર્ધચેતન બેઠેલી યુવતીના પગ પાસે પડેલા થેલા પર ગયું. તપાસ કરતા જ કોન્સ્ટેબલ પણ
અવાચક બની ગયો. કોથળો લોહીથી લથબથ હતો. પહેલાં શંકા ગઈ કે અંદર કોઈ પશુનો મૃતદેહ હશે પણ રિક્ષામાંથી ભાગેલા યુવકોને જોઈને પોલીસે હવે
રિક્ષા સાઈડમાં લેવડાવી. રિક્ષાની એક તરફ એક કોન્સ્ટેબલ જાણે પહેરો રાખીને ઉભો હોય તેમ ગોઠવાઈ ગયો જેથી ડ્રાઈવર કે પછી યુવતી ભાગી ન જાય.
બીજા કોન્સ્ટેબલે બે હાથે બળ કરીને વજનદાર થેલો રિક્ષામાંથી બહાર કાઢ્યો. લોહીવાળા થેલાને જોઈ ડ્રાઈવરના પણ હોશ ઉડી ગયા. મોઢેથી બાંધેલી
કોથળાની દોરી ખોલતા જ તેમાંથી માનવ અંગો ઢોળાઈ ગયા…!

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

7 મી મે 2006ની રાતની આ ઘટનાએ પોલીસ અધિકારીઓને દોડતા કરી નાંખ્યા. સ્થળ પરથી પકડાયેલા રિક્ષા ડ્રાઈવર અને યુવતીને પોલીસ પૂછપરછ માટે
પોલીસ સ્ટેશન લઈ જવાયા અને મૃતદેહ કોનો છે? ક્યાં રહે છે? રિક્ષામાંથી ભાગ્યા તે કોણ હતા? હત્યા ક્યાં કરી? જેવા અનેક સવાલોનો મારો શરૂ થયો.
રિક્ષા ડ્રાઇવર તો તેના કમનસીબે આખી ઘટનામાં ફસાયો હતો. પોલીસની ‘પટ્ટાવાળી’ પૂછપરછમાં તે રડતા મોંઢે એક જ વાત કરી રહ્યો હતો કે, ‘સાહેબ,
આમને તો જુહાંપુરાથી ભાડું લઈને બેસાડ્યાં છે. ફુલબજાર જ આવવાનું કહ્યું હતુ. હું તેમને નથી ઓળખતો’. પરોઢ પડતા પહેલાં યુવતીએ જે કબૂલાત કરી
તેનાથી અમદાવાદ શહેર પોલીસના હોંશ ઉડી ગયા હતા.

ઘટના રાતની હતી માટે વાત બીજા દિવસે સવારે અખબારના પ્રતિનિધિઓ સુધી પહોંચે તે પહેલાં તો યુવતીએ પોલીસ સ્ટેશનમાં જે કબૂલાત કરી હતી તે
આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બીજા ચારેક યુવકોને ઉઠાવી લાવી હતી.

યુવતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, તેનું નામ આસીફા છે અને મૃતદેહ તેના પ્રેમી શરદનો છે. બોલીવૂડની થ્રિલર ફિલ્મનો પ્લોટ હોય તેમ આસીફા એક
પછી એક હકીકત કબૂલવા લાગી. આસીફાએ કહ્યું, તેનો પહેલો પતિ વર્ષો પહેલા ગુજરી ગયો હતો. બે સંતાન સાથે રહેતી હતી. આ દરમિયાન શરદ મળ્યો
અને બન્ને વચ્ચે મિત્રતા થઈ. મિત્રતા પ્રેમમાં પરિણમી અને શરદ જુહાપુરામાં તેના ઘરે આવતો થયો. બન્ને વચ્ચેના પ્રેમની વાત પરિવારને પણ હતી, જો કે,
બે પિતા વગરના બાળકોને ભવિષ્યમાં બાપનો આશરો મળશે તેવી આશાયે મુસ્લિમ પરિવારે હિન્દુ પ્રેમિને સ્વિકારી લીધો હતો. આસીફા અને શરદ પાંચ વર્ષ
સુધી લીવ-ઈન રિલેશનમાં રહ્યાં.

વર્ષો વીતી રહ્યાં હતા, એક દિવસ આસીફાએ શરદને કહ્યું કે, હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. આસીફાએ કહેલી વાતનો જવાબ શરદ આપ્યો પણ આજે
તેને શરદની વાતમાં બેઈમાની, બેવફાઈ લાગતી હતી. આસીફાને હવે સ્પષ્ટ જવાબ જોઈતો હતો, કારણ છેલ્લા પાંચ વર્ષમાં તે પતિ-પત્નીની જેમ રહ્યાં હતા.
બસ હવે લગ્ન કરીને સમાજની સામે આવવું હતુ. જો કે, શરદે લગ્ન કરવાની ના પાડી દેતા જ આસીફા ભાંગી પડી અને શરદ ત્યાંથી જતો રહ્યો. આસીફા
હવે શરદની બેવફાઈનો બદલો લેવા આતુર બની હતી. તેણે તેના બન્ને ભાઈઓને પણ શરદની લગ્નની વાતથી નકારાની વાત કરી અને બદલો લેવા ઉશ્કેર્યા.
ભાઈ-બહેને ષડયંત્ર રચ્યુ અને થોડા દિવસ પછી શરદને ઘરે બોલાવ્યો.

શરદ પણ આજે છેલ્લીવાર જ આસીફાને મળવા જવાનું વિચારીને આવ્યો હતો. રાતનો સમય હતો. શરદનાં ઘરમાં ઘુસતા જ આસીફાએ કપટથી દરવાજો બંધ
કરી દીધો. શરદ તેની સાથે શું થવાનું છે તેની કલ્પના માત્રથી અજાણ હતો. દરવાજો બંધ થતા જ રૂમમાં સંતાઈને ઉભેલા આસીફાના બે ભાઈ અને બીજા
ભાઈબંધો ધારદાર હથિયાર સાથે બહાર નિકળ્યા અને શરદ પર તુટી પડ્યાં. એક નાનકડી રૂમમાં ભરચક સામાન વચ્ચે ખુની ખેલ ખેલાયો અને શરદ ત્યાં જ
લોહીના ખાબોચીયામાં તરફડીયા મારવા લાગ્યો. તેની અધ્ધર ચડી ગયેલી આંખો અને ડચકા ખાઈ રહેલા શ્વાસ જાણે જીવવા માટે વલખાં મારતા હતા. જ્યારે
તેના કણસી રહેલા શરીર પાસે ઉભેલા આરોપીઓ આ શ્વાસ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. શરદ કાયમ માટે શાંત થઈ ગયો પછી પણ આરોપીઓનો
આક્રોશ સમ્યો નહીં. તેમણે આરી વડે શરદના શરીરના ટુકડા કર્યા અને કોથળામાં ભરી તેને સાબરમતી નદીમાં નિકાલ માટે નિકળ્યા હતા…

(નોંધ- ઉપરોક્ત સત્ય ઘટનામાં મૃતક અને આરોપીના નામ નામ બદલ્યાં છે. કારણ, વર્ષ 2018માં હાઇકોર્ટે તેમને બેનિફિટ ઓફ ડાઉટના આધેર દોષમુક્ત
કર્યા છે)

Next Article