દીકરીનું ‘મા’ બનવાનું સપનું તેની જ માતા સાકાર કરશે, બે માતાએ પોતાની દીકરીને આપ્યું ગર્ભાશય

|

Sep 26, 2022 | 1:00 PM

દર 5000 હજાર મહિલાઓમાં 1 કિસ્સો એવો હોય છે જેમાં મહિલાને જન્મથી જ ગર્ભાશયની કોથળી હોતી નથી. ગુજરાતની આવી જ બે મહિલાઓનું ગર્ભાશયનુ ટ્રાન્સપ્લાન્ટ (Uterine transplant) કરવામાં આવ્યું છે.

દીકરીનું મા બનવાનું સપનું તેની જ માતા સાકાર કરશે, બે માતાએ પોતાની દીકરીને આપ્યું ગર્ભાશય
બે માતાએ પોતાની દીકરીને આપ્યું ગર્ભાશય

Follow us on

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું નામ ફરી એક વખત વિશ્વફલક પર ચમક્યું છે. ગુજરાતમાં (Gujarat) એક જ દિવસમાં એકસાથે બે ગર્ભાશય સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક જ દિવસમાં એકસાથે બે ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય તેવી આ સમગ્ર વિશ્વની પ્રથમ ઘટના છે. અમદાવાદના (Ahmedabad) સિવિલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં બે દર્દીઓમાં સફળતાપૂર્વક ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ (Uterine transplant) કરવામાં આવ્યું.

 મહિલાઓનું ગર્ભાશયનુ ટ્રાન્સપ્લાન્ટ

દર 5000 હજાર મહિલાઓમાં 1 કિસ્સો એવો હોય છે જેમાં મહિલાને જન્મથી જ ગર્ભાશયની કોથળી હોતી નથી. ગુજરાતની આવી જ બે મહિલાઓનું ગર્ભાશયનુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક અમદાવાદ અને એક કેશોદની બે મહિલાઓની માતાઓમાંથી મહિલાઓને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ અંગે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે આમ તો ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ 12 કલાકની હોય છે પણ ડો. શૈલેષ પુતામ્બેકરની ટીમે 10થી12 કલાકમાં બંને ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે.

માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ ટ્રાન્સપ્લાન્ટ વરદાનરૂપ

આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે પુનાથી ડો. શૈલેષ પુતામ્બેકરની 10 ડોકટર્સની ટીમ અમદાવાદ આવી હતી. હવે ગુજરાતમાં પણ ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ ટ્રાન્સપ્લાન્ટ વરદાન રૂપ સાબિત થશે. બંને મહિલાઓમાં સફળ રીતે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ થતા આશાનું કિરણ બંધાયું છે બંને મહિલા હવે ગર્ભ ધારણ કરી શકશે. પુનાથી આવેલા ડો. શૈલેષે જણાવ્યું કે ગુજરાતમાં ઈતિહાસ સર્જાયો છે એક જ દિવસમાં બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થયા છે. વર્ષ 2017માં પહેલું મહારાષ્ટ્રના પુનામાં અમે ગર્ભાશયની કોથળીનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આખું ઓપરેશન દૂરબીનથી કરાયુ

ડો. શૈલેષે જણાવ્યું કે, મહારાષ્ટ્ર સિવાય દેશમાં ક્યાંય આ ટ્રાન્સપ્લાન્ટ થયું ન હતું હવે ગુજરાતમાં આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અમે આ આખું ઓપરેશન દૂરબીનથી કર્યું છે જે આખા વિશ્વમાં કોઈ કરતું નથી. બંને દર્દી મહિલાઓ અને તેમને ગર્ભાશય ડોનેટ કરનારી ડોનર માતાઓ સ્વસ્થ છે. હવે સાત મહિના પછી બંને મહિલાઓ ગર્ભ ધારણ કરી શકશે. એટલે કે જે ગર્ભાશયમાં એ મહિલાઓએ જન્મ લીધો હતો તેમ તેઓ પોતાના બાળકને જન્મ આપી શકશે. ગુજરાતમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થાય એ માટે છેલ્લા 2 વર્ષથી કિડની હોસ્પિટલ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હતા. જે આખરે હવે ટ્રાન્સપ્લાન્ટ થતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ ટ્રાન્સપ્લાન્ટ આશીર્વાદ રૂપ બનશે.

Next Article