GTUના વેદ-ઉપનિષદ-ભારતીય વિદ્યાના અભ્યાસક્રમમાં 5 દેશોના વિદ્યાર્થીઓ સહીત 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

|

Oct 21, 2021 | 4:12 PM

GTU's Indian Studies course : આ અભ્યાસક્રમો માટે નોંધણી શરૂ થઈ હતી ત્યારે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશના વિદ્યાર્થીઓએ પણ આ અભ્યાસક્રમોમાં રસ દાખવ્યો હતો.

GTUના વેદ-ઉપનિષદ-ભારતીય વિદ્યાના અભ્યાસક્રમમાં 5 દેશોના વિદ્યાર્થીઓ સહીત 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
889 students including from 5 countries got admission in GTU's Indian Studies course

Follow us on

AHMEDABAD : ગુજરાત ટેકનોજીકલ યુનિવર્સિટી (GTU) અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલા વેદ-ઉપનિષદ-ભારતીય વિદ્યાના 12 અભ્યાસક્રમમાં ભારત સહિત અન્ય 5 દેશોના 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ભારત સહિત સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, કુવૈત અને ટાન્ઝાનિયામાંથી પણ કૌટીલ્યનું અર્થશાસ્ત્ર, વેદ, ઉપનિષદ અને ભારતીય કલાના કોર્સમાં વિદ્યાથીઓએ પ્રવેશ મેળવ્યો છે.

GTU અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન (Bhishma Indic Foundation) ના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ , ઈતિહાસ અને વારસાના શરૂ કરવામાં આવેલા 12 શોર્ટ ટર્મ કોર્સમાં ભારતના 21 રાજ્યો સહિત અન્ય 5 દેશોમાંથી કુલ 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

3 મહિનાના વિવિધ 12 અભ્યાસક્રમ
GTU ના કુલપતિ ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારત સરકારની નવી શિક્ષણનીતિ હેઠળ વિવિધ વિષયોનું શિક્ષણ આપવાનો અને ભારતીય કલા, સંસ્કૃતિ, વેદ, પુરાણો વિશે વૈજ્ઞાનિક માહિતી આપવાનો છે. વિદેશમાં ભારતીય સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, સ્થાપત્યને લગતા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, જ્યારે આપણે તેમાં પાછળ છીએ. તેને જોતા ત્રણ મહિનાના 12 અલગ અલગ ટૂંકા ગાળાના પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ 12 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં
GTUદ્વારા શરૂ કરવામાં આવેલા આ 12 અભ્યાસક્રમોમાં વેદોનું અધ્યયન, પ્રાચીન સ્થાપત્યનું અધ્યયન, પુરાણોનો અભ્યાસ, પ્રાચીન ભારતીય કલાઓનું અધ્યયન, ઉપનિષદનો અભ્યાસ, રાજકીય વિજ્ઞાન અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ધર્મ અને સંપ્રદાયોનો અભ્યાસ, પ્રાચીન ભારતીય સાહિત્યનો અભ્યાસ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અભ્યાસ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ, પ્રાચીન ભારતીય રાજાઓ અને સામ્રાજ્યોનો અભ્યાસ, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વૈશ્વિક પદચિહ્નોનો અભ્યાસ સામેલ છે.

કોઈ પણ લઇ શકે છે પ્રવેશ
આ 12 અભ્યાસક્રમ ભીષ્મ સ્કૂલ ઓફ ઇન્ડિક સ્ટડીઝની મદદથી GTUના હેરિટેજ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. આ અભ્યાસક્રમમાં સવાર અને સાંજની બેચ રાખવામાં આવી છે, જેથી નોકરી કરનારી વ્યક્તિ પણ તેમાં જોડાઈને અભ્યાસ કરી શકે છે. વયની કોઈ મર્યદા નથી.આ અભ્યાસક્રમો માટે નોંધણી શરૂ થઈ હતી ત્યારે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશના વિદ્યાર્થીઓએ પણ આ અભ્યાસક્રમોમાં રસ દાખવ્યો હતો. જેના પરિણામે આંજે ભારત ઉપરાંત 5 અન્ય દેશોના 889 વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે.

આ પણ વાંચો : JAMNAGARના રંગોળીના રંગોની અન્ય રાજ્યોમાં ભારે માગ, રંગોના ભાવોમાં 10થી 15 ટકાનો વધારો

આ પણ વાંચો : Ahmedabad : કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, તપાસના અંતે ખોટો કોલ હોવાનું ખુલ્યું

 

Next Article