AHMEDABAD : 7 વર્ષથી ભારતમાં રહેતા 32 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા અપાઈ

|

Nov 22, 2021 | 6:42 AM

Indian citizenship in Ahmedabad : અત્યારસુધી અમદાવાદ જિલ્લા કલેક્ટરે 900 જેટલા પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિક્તા આપી છે.નવા 18 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

AHMEDABAD : અમદાવાદ જિલ્લા કલેક્ટરે 32 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા (Citizenship) આપી છે મૂળ પાકિસ્તાન અને છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતા 32 હિન્દુઓને ઈન્ડિયન સીટિઝનશીપ મળી છે.અત્યારસુધી અમદાવાદ જિલ્લા કલેક્ટરે 900 જેટલા પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિક્તા આપી છે.નવા 18 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરે અફધાનિસ્તાન, બાંગ્લા દેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપી છે.

આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA) દ્વારા ગત મે મહિનામાં 13 જિલ્લાઓમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે નાગરિકતા (Citizenship) માટેની અરજીઓ મંગાવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે તાત્કાલિક નાગરિકતા અધિનિયમ 1955 અને 2009 માં કાયદા હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળના હુકમના અમલ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.

કેન્દ્રએ હિન્દુ, શીખ, જૈનો અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બૌદ્ધ જેવા મુસ્લિમોને અને ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ,, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓમાં વસતા બિન મુસ્લિમોને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો : Corona Vaccine : 4 દેશોમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડના 50 લાખ ડોઝ મોકલશે SII, કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી

આ પણ વાંચો : સુરત શહેર પોલીસ દ્વારા ગૌરવ સમારોહ યોજાયો, 36 કેટેગરીમાં એવોર્ડ અપાયા

Next Video