AHMEDABAD : 23 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં, કેસો વધતા AMCએ સોસાયટીઓ માટે જાહેર કર્યા નવા નિયમો

|

Jan 05, 2022 | 11:36 PM

AHMEDABAD CORONA UPDATE : અમદાવાદ મહાનગરપાલિકાએ સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

AHMEDABAD : 23 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં, કેસો વધતા AMCએ સોસાયટીઓ માટે જાહેર કર્યા નવા નિયમો
AMC announced new SOP for societies

Follow us on

AHMEDABAD : અમદાવાદ શહેરમાં કોરોના (CORONA )વાયરસના કેસો વધવાની સાથે વધુ 23 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Micro Containment Zones) માં મુકાયા છે.તો એક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ચાંદલોડીયાના આઈસીબી આઈસલેન્ડના 4 ઘરોના 13 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

તો સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ અને બોપલ, સોલા, ઘાટલોડિયા, ચંદલોડીયા અને થલતેજના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.આ સાથે જોધપુર, આનંદનગર, સાઉથ બોપલ અને શેલાના 5,,, તો પાલડી, વાડજ અને આંબાવાડી 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શાહીબાગ અને કાલુપુરના બે વિસ્તાર અને દક્ષિણ ઝોનના કુબેરનગરના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.તો નિકોલના 2 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. 5 જાન્યુઆરી બુધવારે 139 ઘરોના 492 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકવાનો નિર્ણય કરાયો છે.તો શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 108 થઇ છે.

સોસાયટી માટે નવા નિયમો
હાલમાં સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોવિડ-19 ના કેસોમાં વધારો નોંધાયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ -19 ના રોગચાળાને કાબૂમાં લેવા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહેલ છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ – ટ્રેક – ટ્રીટમેન્ટના ત્રિસુત્રનાં સિદ્ધાંતથી રોગ અટકાયતીની કામગીરી કરવામાં આવે છે.

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા મહત્તમ ટેસ્ટીંગની, હાઉસ ટુ હાઉસ સર્વેની, કોવિડ વેક્સિનેશન અને જે વિસ્તારમાંથી કોવિડના કેસો મળી આવે તે વિસ્તારને માઈક્રો કન્ટેઇન્મેન્ટમાં મુકવાની કામગીરી કરવામાં આવી રહેલ છે.

આ અનુસંધાને અમદાવાદ મહાનગરપાલિકાએ સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા છે :

1)અમદાવાદ શહેર વિસ્તારના સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના ચેરમેન-પ્રતિનિધિએ કોવિડ કો – ઓર્ડીનેટરની કામગીરી કરવાની રહેશે. આ કોવિડ કો- ઓર્ડીનેટર દ્વારા નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.

2) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષના સભ્યો કે જે કોવિડ વેક્સિનેશનના પ્રથમ અને બીજા ડોઝ માટે લાયક હોય તે તમામના વેક્સિનેશન થઇ જાય તેની ખાતરી કરવાની રહેશે.

3)સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષના તમામ સભ્યો દ્વારા કોવિડ એપ્રોપ્રીએટ બિહેવિયરનું પાલન થાય તેની પૂર્ણ ખાતરી કરવાની રહેશે.

4)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવતી સર્વે અને ટેસ્ટીંગની કામગીરીમાં પુરતો સહકાર આપવાનો રહેશે.

5)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ કરવામાં આવતા માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં જો તેમની સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષનો વિસ્તાર હોય તો તે ઘરના તમામ સભ્યોને કન્ટેઇન્મેન્ટ અંગે માહિતગાર કરવાના રહેશે અને આ સભ્યો દ્વારા સરકારશ્રીની માઈક્રો કન્ટેઇન્મેન્ટ માટેની ગાઈડ લાઈન અનુસરે તેની ખાતરી કરવાની રહેશે.

આ પણ વાંચો : દિવ્યાંગોને કૃત્રિમ અંગોની સાધન સહાયમાં ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં પ્રથમ, જાણો ગુજરાત ક્યાં સ્થાને છે ?

 

Published On - 10:50 pm, Wed, 5 January 22

Next Article