AHMEDABAD : ફરી ધમધમશે જૂની VS હોસ્પિટલ, 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ

|

Nov 01, 2021 | 6:15 PM

જૂની VS હોસ્પિટલમાં 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ કરવામાં આવ્યાં છે. આ માટે 50થી વધુ ડૉક્ટર્સની નિમણૂંક પણ કરવામાં આવી છે.

AHMEDABAD : અમદાવાદના નગરજનો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદની જૂની VS હોસ્પિટલ ( Old VS Hospital) ફરી ધમધમશે. જૂની VS હોસ્પિટલમાં 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ કરવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને OPDનું લોકાર્પણ કર્યુ હતું. આ માટે 50થી વધુ ડૉક્ટર્સની નિમણૂંક પણ કરવામાં આવી છે. આ સાથે જ ટૂંક સમયમાં જૂની VS હોસ્પિટલનું રિનોવેશન પણ કરવામાં આવશે, તો સાથે જ શારદાબેન અને LG હોસ્પિટલનું પણ નવિનીકરણ કરવામાં આવશે. જૂની VS હોસ્પિટલમાં 13 સુપર સ્પેશ્યાલિટી OPD સાથે 65 લાખના ખર્ચે બનેલા પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આશરે ત્રણ મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં જૂની VS હોસ્પિટલના નવીનીકરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખી VS હોસ્પિટલને રૂ.100 કરોડથી વધુના ખર્ચે નવી બનાવવામાં આવશે. જૂની VS હોસ્પિટલમાં જે સારવાર થતી હતી તે તમામ સારવાર આ નવી હોસ્પિટલમાં મળશે.ટૂંક સમયમાં જૂની VS હોસ્પિટલનું રિનોવેશન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધતા બંધ પડેલી જૂની VS હોસ્પિટલને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંક્રમણ વધતા જૂની VS હોસ્પિટલને તાત્કાલિક કોવિડ કેર હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 36 દર્દીઓ માટે હોસ્પિટલની સુવિધા ઉભી કરાઈ હતી, પરંતુ થોડી જ વારમાં આ તમામ બેડ ભરાઈ જતાં વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પટનામાં મોદીની રેલીમાં બ્લાસ્ટનો કેસ, NIA કોર્ટે ચારને ફાંસી અને બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

આ પણ વાંચો : JUNAGADH : માણાવદર ભાજપમાં ભડકો, 5 નગરસેવકોએ આપ્યા રાજીનામાં

Published On - 6:15 pm, Mon, 1 November 21

Next Video