સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી GTUમાં આ વર્ષે પણ 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા

|

Oct 11, 2021 | 5:46 PM

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) કોરોનાકાળમાં પણ સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવનારી રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી બની છે.

સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી GTUમાં આ વર્ષે પણ 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા
1240 foreign students filled the form in GTU this year (File Photo)

Follow us on

AHMEDABAD : સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. ગત વર્ષે GTUના વિવિધ એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં 200 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાં 66 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જયારે આ વર્ષે 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આ વર્ષે વિશ્વના 58 દેશોમાંથી 1240 વિદેશી વિદ્યાર્થીઓએ વિવિધ કોર્સમાં એડમીશન માટે ફોર્મ ભર્યા છે.

આ અંગે એક નિવેદનમાં GTUના રજીસ્ટ્રાર એન.કે. ખેરે જણાવ્યું હતું કે એક તરફ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જઈ રહ્યાં છે, જયારે બીજી બાજુ GTUમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

વિદેશી વિદ્યાર્થીઓ બાબતે છેલ્લા 9 વર્ષથી GTU મોખરે
ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (ICCR) દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા , ચાડ , ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા , સીરીયા લેઓન , ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

છેલ્લા વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓએ GTU માં લીધેલ એડમિશન

વર્ષ 2013-14 : 137 વિદ્યાર્થીઓ
વર્ષ 2014-15 : 62 વિદ્યાર્થીઓ
વર્ષ 2015-16 : 120 વિદ્યાર્થીઓ
વર્ષ 2016-17 : 213 વિદ્યાર્થીઓ
વર્ષ 2017-18 : 91 વિદ્યાર્થીઓ
વર્ષ 2018-19 : 52 વિદ્યાર્થીઓ
વર્ષ 2019-20 : 67 વિદ્યાર્થીઓ
વર્ષ 2020-21 : 66 વિદ્યાર્થીઓ

વર્ષ 2021-22માં વિવિધ કોર્સમાં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ

યુજી સંખ્યા : 519
પીજી સંખ્યા : 281
પી.એચડી સંખ્યા : 8

કુલ 808 વિદ્યાર્થીઓ

કોરોનાકાળમાં પણ સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University -GTU) એ ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરના વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણ મેળવીને દેશની પ્રગતિમાં સિંહફાળો આપી રહ્યા છે જો કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કોરોનાકાળ દરમ્યાન વધુ એક સિદ્ધિ મેળવી છે જે પ્રશંસાને પાત્ર છે. કોરોનાકાળમાં વિવિધ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં કોરોનાકાળ દરમ્યાન વિદેશી વિદ્યાર્થીઓ (foreign students) ની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : કેન્દ્રીય નાણા મંત્રાલયે જાહેર કર્યો ઇકોનોમિક હેલ્થ રિપોર્ટ, રસીકરણનો ભરપુર લાભ, દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથી થઇ રહ્યો છે સુધારો

આ પણ વાંચો : Power Crisis : દેશમાં ઘેરાતા વીજળી સંકટ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે યોજી મહત્વની બેઠક

Next Article