Corona Fight : 103 વર્ષના દાદીએ બરફના ગાંગડા ચૂસી કોરોનાને હરાવ્યો, હજુ 151 વર્ષ સુધી જીવવાની ઈચ્છા

|

Jun 06, 2021 | 2:51 PM

Corona Fight :કોરોનાની બીજી લહેરે ભારતમાં કાળો કહેર છે. કોરોના મહામારી લોકોને આર્થિક, શારીરિક અને માનસિક રીતે તોડી નાંખે છે. તેમ છતાં એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમણે મક્કમ મનોબળથી કોરોનાને માત આપી છે. આજે અમે તમને એક એવા સ્વાતંત્ર સેનાની વાત કરીશું જેમણે 103 વર્ષની ઉંમરે પણ ડોક્ટરની દવા અને બરફના ગાંગડા ચૂસી કોરોનાને માત આપી છે.

Corona Fight : 103 વર્ષના દાદીએ બરફના ગાંગડા ચૂસી કોરોનાને હરાવ્યો, હજુ 151 વર્ષ સુધી જીવવાની ઈચ્છા
103 વર્ષના દાદીએ, બરફ ચુસીને કોરોનાને હરાવ્યો, 151 વર્ષ જીવવાની છે જીજીવિષા

Follow us on

Corona Fight : કોરોનાની બીજી લહેરે ભારતમાં કાળો કહેર છે. કોરોના (Corona) મહામારી લોકોને આર્થિક, શારીરિક અને માનસિક રીતે તોડી નાંખે છે. તેમ છતાં એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમણે મક્કમ મનોબળથી કોરોના (Corona) ને માત આપી છે. આજે અમે તમને એક એવા સ્વાતંત્ર સેનાની (independence movement) વાત કરીશું જેમણે 103 વર્ષની ઉંમરે પણ ડોક્ટરની દવા અને બરફના ગાંગડા (Ice cubes)ચૂસી કોરોના (Corona)ને માત આપી છે.

અમદાવાદ શહેરના સ્વાતંત્ર સેનાની (independence movement) 103 વર્ષના કમળાબેન (Kamala ben) ભવસારનો જન્મ ખંભાતમાં થયો હતો.કમળાબેન (Kamala ben) એક મહિના સુધી ડોક્ટરની દવા અને બરફના ગાંગડા ચૂસી કોરોનાને માત આપી છે.આ અહેવાલ પ્રસિદ્ધ અખબારમાં પ્રકાશિત થયો છે.ડોક્ટરની સલાહ મુજબ દવાઓ પણ આપવામાં આવી હતી. પરિવારજનો પણ 103 વર્ષના કમળાબેનને થયેલા કોરોનાથી ચિંતિત હતા.

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

એક દિવસ કમળાબેને (Kamala ben) બરફના ગાંગડા (Ice cubes) ખાવાની માગણી કરી હતી.ત્યારે પરિવારે એક સમયે ચિંતિત હતો પરંતુ કાંઈ પણ પરવા કર્યા વગર કમળાબેન (Kamala ben)ને બરફના ગાંગડા અને ફળોના જ્યુસ પણ આપવા લાગ્યા હતા. આમ ધીમે-ધીમે કમળાબેનનો બરફના ગાંગડા (Ice cubes) ચૂસવાની દરરોજની ટેવ પડી ગઈ હતી.

કમળાબેન (Kamala ben)ના પરિવારજનોએ કહ્યું કે, અમારા પરિવારના તમામ સભ્યોને કોરોના (corona) થયા બાદ મારી માતાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માતાની 103 વર્ષની ઉંમર હોવાથી સ્વાભાવિક છે કે ચિંતા તો થવાની જ છે. એક સમયે તો અમને લોકોને થયું કે, તેઓ જીવશે કે કેમ ? પરંતુ તેમના મજબુત મનોબળથી તેઓ અત્યારે કોરોનામુકત બની ગયાં છે.

સ્વાતંત્ર્ય ચળવળ (independence movement) માં ભાગ લેનારા કમળાબેન (Kamala ben) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ની શાળામાં શિક્ષક તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યાં છે. કમળાબેને સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેવાને કારણે તેમણે પોતાની નોકરી પણ છોડી હતી. શાળાએ ફરીથી કમળાબેનેને નોકરીમાં જોડાવા માટે આમંત્રણ પણ આપ્યું હતુ.

કમળાબેન (Kamala ben)નું કહેવું છે કે, મારા જીવનકાળ દરમિયાન મે કાંઈ પણ નકારાત્મક વિચાર કર્યો નથી. મારો મનોબળ ખુબ જ મજબૂત છે. મને હજુ 151 વર્ષ સુધી જીવવાની ઈચ્છા પણ છે.

Published On - 2:18 pm, Sun, 6 June 21

Next Article