અમદાવાદમાં 15 દિવસમાં 1021 લોકો ઓવરસ્પીડથી ગાડી ચલાવતા પકડાયા, 470 લોકો સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી

|

Aug 08, 2023 | 12:05 AM

Ahmedabad:  અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા ઇસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જ્યો જે બાદ ટ્રાફિક પોલીસ ફરીથી કાર્યરત થઇ છે. હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમ ભંગના અનેક કેસો કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં 15 દિવસમાં 1021 લોકો ઓવરસ્પીડથી ગાડી ચલાવતા પકડાયા, 470 લોકો સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી

Follow us on

Ahmedabad:  અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા ઇસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જ્યો જે બાદ ટ્રાફિક પોલીસ ફરીથી કાર્યરત થઇ છે. હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમ ભંગના અનેક કેસો કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ હરકતમાં

અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર માલેતુજાર જમીન દલાલના ફરજંદ તથ્ય પટેલે ઓવરસ્પીડમાં જેગુઆર કારથી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઘટનાસ્થળે જ 9 લોકોના મોત નિપજ્યા હતા. જે બાદ જાણે કે રાજ્ય સરકાર, ટ્રાફિક વિભાગ ફરીથી સજાગ બની હોય તેમ હવે હાઇકોર્ટના આદેશ બાદ શહેરમાં અલગ અલગ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

રાત્રિના સમયે પોલીસ દ્વારા સ્પે. ડ્રાઈવનું આયોજન

ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાની સંયુક્ત ડ્રાઇવમાં અનેક નડતરરૂપ લારી ગલ્લા અથવા તો ટ્રાફિકના નિયમો વિરુદ્ધ પાર્ક કરેલા વાહનોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે પણ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓવર સ્પીડથી ચાલતી ગાડીઓ, નશાની હાલતમાં ગાડી ચલાવતા લોકો, રોંગ સાઈડમાં ચલાવાતા બાઈક અથવા ગાડી, રાત્રિના સમયે અલગ અલગ રોડ પર બાઈક અથવા તો કારની રેસ લગાડતા લોકો તેમજ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા લોકો સામે હવે ટ્રાફિક પોલીસ કડક બની અને કાર્યવાહી કરી રહી છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

22 જુલાઈથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં અનેક લોકો ટ્રાફિકના નિયમો તોડતા પકડાયા છે. જેના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે તો દંડ પણ વસૂલ કર્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સમયે ખાસ ડ્રાઇવ કરવામાં આવી રહી છે. જો પંદર દિવસના ડ્રાઇવની કાર્યવાહી કારના આકડાની વાત કરીએ તો

ઓવર સ્પીડનાં કેસ કુલ 1021 કેસ કરવામાં આવ્યા

  • પૂર્વ વિભાગમાં 2 કેસ
  • પશ્ચિમ વિભાગમાં 58 કેસ
  • સીસીટીવી થી 860 કેસ
  • કુલ 16,64,300 રૂપિયાનો દંડ વસુલયો

 ડ્રીંક એન્ડ ડ્રાઇવનાં કેસ

  • કુલ 470 કેસ કરવામાં આવ્યા
  • પૂર્વ વિભાગમાં 23 કેસ
  • પશ્ચિમ વિભાગમાં 9 કેસ
  • 439 વાહનો જપ્ત કરવામાં આવ્યા
  • 451 લોકોની અટકાયત કરવામાં આવી

ડ્રેગ રેસ કે ધૂમ બાઈકનાં કેસ

  • કુલ 796 કેસ કરવામાં આવ્યા
  • પૂર્વ વિભાગમાં 193 કેસ
  • પશ્ચિમ વિભાગમાં 521 કેસ
  • કુલ 11,44,200 રૂપિયાના દંડ કરવામાં આવ્યા

ipc 279 નાં કેસ

  • કુલ 918 કેસ કરવામાં આવ્યા
  • પૂર્વ વિભાગમાં 46 કેસ
  • પશ્ચિમ વિભાગમાં 108 કેસ
  • કુલ 487 વાહનો જપ્ત કરવામાં આવ્યા
  • કુલ 850 લોકોની અટકાયત કરવામાં આવી

આ પણ વાંચો : Ahmedabad: છેડતી કાંડમાં નવો ખૂલાસો, યુવતીએ સંબંધ તોડી નાખ્યા હોવા છતા વિધર્મી યુવક પહેલાના ફોટો બતાવી બદનામ કરવાની આપતો હતો ધમકી 

મહત્વનું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને દંડની કડક કાર્યવાહી અને ડ્રાઇવ કરી ચેકીંગ કરવામાં આવે છે પણ અમુક સમય માટે જ તેની અસર રહે છે ત્યારે કાયમી ધોરણે પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે તેવી પણ લોકમાંગ ઉઠી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:59 pm, Mon, 7 August 23

Next Article