Ahmedabad : 1008 ગોલ્ડ પ્લેટેડ કુબેર યંત્રની પૂજા, મેઘાણીનગરના ધર્મકુટિરમાં ધનતેરસ પૂજા

|

Nov 02, 2021 | 2:29 PM

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ કરવામાં આવે છે.

ધનતેરસના પાવન દિવસે કુબેર પુજાનું અનેરુ મહત્વ હોય છે. ઘરમાં કુબેરના ભંડાર ભર્યા રહે તેવા આશયથી લોકો દ્વારા આજે પુજા કરવામાં છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના ધર્મકુટિરમાં ધનતેરસ નિમિત્તે છેલ્લા 11 વર્ષથી ગોલ્ડ પ્લેટેડ કુબેર યંત્રની પૂજા કરવામાં આવે છે. જેને લઈ આ વર્ષે પણ ધર્મકુટિરમાં ધનતેરસના પર્વ પર 1008 યંત્રોની પૂજા કરવામાં આવી. વૈદિક મંત્રોચાર અને વિધિ-વિધાન સાથે દીકરી સ્વરૂપે કુંવારી કન્યાના હસ્તે પૂજા કરવામાં આવે છે. તેમજ દિવાળી અને નવા વર્ષની આજથી શરૂઆતને લઈને પૂજાનું વિશેષ મહત્વ છે. આ પૂજાનો લાભ લેવા ભક્તો દૂર દૂરથી આવે છે. અને પૂજા બાદ ભક્તોને પૂજા કરાયેલા ગોલ્ડ પ્લેટેડ યંત્રો પ્રસાદ સ્વરૂપે આપવામાં છે.

 

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ કરવામાં આવે છે. ધન્વંતરિ અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાનને પીળી વસ્તુ ગમે છે. એટલે કે ભગવાનને પિત્તળ અને સોનું અતિપ્રિય હોય છે. અને એટલા જ માટે આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે. અને આ ખરીદીને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : જામનગરમાં ડ્રાયફ્રુટ- મુખવાસની અલગ-અલગ વેરાઇટીની ધૂમ, ગૃહિણીઓની ઉત્સાહભેર ખરીદી

આ પણ વાંચો : દિવાળીના તહેવારમાં અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ ખાસ વાંચો: મંદિરની આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Next Video