Ahmedabad : મોંઘવારી પતંગરસિયાઓની મજા બગાડશે ? પતંગ અને દોરીના ભાવમાં વધારો

|

Dec 23, 2021 | 6:01 PM

પતંગ દોરીના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. કારણ કે કાચા માલમાં ભાવ વધારાને કારણે પતંગ દોરીના ભાવમાં વધારો નોંધાયો છે. દોરી કરનાર દિલ્હી અને ઉત્તર પ્રદેશથી કારીગરો આવતા હોય છે.

Ahmedabad : મોંઘવારી પતંગરસિયાઓની મજા બગાડશે ? પતંગ અને દોરીના ભાવમાં વધારો
ઉતરાયણમાં મોંઘવારીનો માર

Follow us on

ઉત્તરાયણને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ અને દોરીના વધેલા ભાવ તહેવારની મજા ફીક્કો કરી શકે છે. નવા વર્ષની સાથે જાન્યુઆરીમાં ઉતરાયણનો તહેવાર આવે છે અને તેમાં પણ અમદાવાદના કોટ વિસ્તારની ઉતરાયણ વિશ્વ વિખ્યાત છે અને તેના માટે પતંગ રસિયાઓ દિવાળી બાદથી જ પતંગ અને દોરી તૈયાર કરાવતા હોય છે.

તેવામાં આ વર્ષે બજારમાં દોરી રંગવા માટે કારીગરો દિલ્હી અને ઉત્તર પ્રદેશથી આવતા હોય છે તેમાં ઘટાડો થયો હોવાથી દોરીના ભાવ માં ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે આ ઉપરાંત દોરી તૈયાર કરનાર કારીગરો પણ હવે ઉંમરના કારણે અમદાવાદ આવવાનું ટાળે છે તેની સામે નવી પેઢી દોરી ઘસવાની મહેનત કરવામાં ઓછો રસ ધરાવે છે.

દોરી ઘસીને તૈયાર કરવાની થાય છે તેમાં એક કારીગર અંદાજિત એક દિવસનું ૫૦થી ૬૦ કિલોમીટર ચાલીને દોરી તૈયાર કરતા હોય છે તેવામાં કુલ પહેલા 25 થી 30 કારીગર કરાવતા હતા જેની સામે આ વર્ષે માત્ર ૧૫ થી ૧૮ કારીગરો જ આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તો બીજી તરફ પતંગના ભાવમાં પણ ગત વર્ષ કરતાં ૨૦ થી ૨૨ ટકા જેટલો ભાવ વધારો હાલની સ્થિતિએ થયેલો છે જેનું મુખ્ય કારણ તેના કાચા માલમાં થયેલા વધારાને માનવામાં આવી રહ્યું છે તો તેમાં પણ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં તૈયાર થયેલા પતંગોનું માંગ વધારે હોવાથી તેના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

દર વર્ષે ત્યાં દિવાળી બાદ તેજ પતંગ બજારમાં સારો માહોલ જોવા મળે છે ત્યાં અત્યાર સુધી પતંગ રસિયાઓ નો સામાન્ય પ્રતિસાદ વેપારીઓને મળ્યા છે.

મોંઘવારી બગાડશે પતંગ રસિયાઓની મજા, જાણો કેટલો નોંધાયો ભાવ વધારો

પતંગ દોરીના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. કારણ કે કાચા માલમાં ભાવ વધારાને કારણે પતંગ દોરીના ભાવમાં વધારો નોંધાયો છે. દોરી કરનાર દિલ્હી અને ઉત્તર પ્રદેશથી કારીગરો આવતા હોય છે. દર વર્ષે જ્યાં એક ગ્રુપના 25 થી 20 કારીગર આવતા હતા, ત્યાં આ વરસે માત્ર પંદર કારીગરો જ આવ્યા છે. દોરી ઘસવાનો 1000 વારનો ભાવ હાલની સ્થિતિઍ 60 રૂપિયા છે. જે ગત વર્ષે 1000 વાર દોરી ઘસવા નો ભાવ ૩૫થી ૪૦ રૂપિયા હતો.

Next Article