Ahmedabad : રેલવે સ્ટેશન પર દરિયાઇ લેવલથી ઉંચાઇ દર્શાવાતા બોર્ડ શું સૂચન કરે છે, જાણવા વાંચો આ અહેવાલ

વર્ષોથી ઇન્ડિયન રેલવેએ તેની એક પ્રથા યથાવત રાખી છે. જે છે રેલવે સ્ટેશન પર લગાવવામાં આવતા સાઈન બોર્ડ પર દરિયાઈ લેવલથી સ્ટેશન કેટલું ઊંચું છે તેનો આંકડો.

Ahmedabad : રેલવે સ્ટેશન પર દરિયાઇ લેવલથી ઉંચાઇ દર્શાવાતા બોર્ડ શું સૂચન કરે છે, જાણવા વાંચો આ અહેવાલ
Ahmedabad: What do the boards indicating elevation above sea level at the railway station suggest
| Edited By: | Updated on: Aug 25, 2021 | 1:06 PM

શું તમને ખ્યાલ છે કે રેલવે સ્ટેશનના નામ દર્શાવતા બોર્ડ શા માટે રખાય છે અને તેના પર કઈ બાબતનો ઉલ્લેખ કરાય છે. તમને જાણીને નવાઈ લાગશે. પણ આ વાત સાચી છે કે રેલવે સ્ટેશન પર સ્ટેશનના નામ દર્શાવતા બોર્ડ પર સ્ટેશન દરિયાઈ લેવલથી કેટલું ઊંચું છે તે દર્શાવવામાં આવે છે.

ઇન્ડિયન રેલવે પરિવહન માટેનું મોટું માધ્યમ છે. જ્યાં લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જે મુસાફરોને સુવિધા આપવી તેના પર રેલવે વિભાગ વિશેષ ધ્યાન આપે છે. પણ સાથે જ વર્ષોથી ઇન્ડિયન રેલવેએ તેની એક પ્રથા યથાવત રાખી છે. જે છે રેલવે સ્ટેશન પર લગાવવામાં આવતા સાઈન બોર્ડ પર દરિયાઈ લેવલથી સ્ટેશન કેટલું ઊંચું છે તેનો આંકડો. જીહા. જેનો ઉલ્લેખ હાલમાં ભારતના તમામ સ્ટેશનોના સાઈન બોર્ડ પર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ રેલવે મંડળના pro જીતેન્દ્ર કુમાર જયંતના જણાવતા પ્રમાણે રેલવે સ્ટેશન પર લગાવવામાં આવતા બોર્ડ પર એક રેલવે સ્ટેશનનું નામ હોય છે. જે નામમાં પહેલા લોકલ ભાષામાં ઉલ્લેખ હોય. પછી રાષ્ટ્ર ભાષા અને છેલ્લે અંગ્રેજી ભાષામાં નામ લખાય છે. જેથી લોકો તેને ઓળખી શકે. તો નામના અંતે નીચે અબાઉ msl અને સંખ્યા લખાય છે. જે આંકડો સ્ટેશન દરિયાઈ લેવલથી કેટલું ઊંચું છે તે દર્શાવે છે. જે msl ની મદદથી ટ્રેન ઊંચાઈ પર જઈ રહી છે કે તે નક્કી કરી લોકો પાયલોટ ટ્રેનની સ્પીડ નક્કી કરે છે. જેથી મુસાફરોની સુરક્ષા કરી સલામત મુસાફરી આપી શકાય.

રેલવે proના જણાવ્યા પ્રમાણે આ પ્રથા બ્રિટિશ યુગથી ચાલતી આવી છે. બ્રિટિશ સમયમાં દરિયાઈ લેવલ વધેને લોકોને જાનમાલને નુકશાન ન થાય તે માટે આ આંકડો દર્શાવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી આ સાઇન દર્શાવવામાં આવે છે.

સાથે જ રેલવે સ્ટેશન પર સ્ટેશનના બંને છેડે આ બોર્ડ લગાવાય છે. જે બોર્ડ રેલવે પાયલોટને અને મુસાફરોને સ્ટેશન નજીક છે તે પુષ્ટિ કરે છે. સાથે જ પાયલોટ તે બોર્ડ જોઈને ટ્રેનની સ્પીડ ધીમી કન્ટ્રોલ કરે છે. જેથી મુસાફરોને યોગ્ય મુસાફરી પુરી પાડી સ્ટેશન પર ઊતારી શકાય.

એટલું જ નહીં પણ રેલવે વિભાગ દ્વારા 139 હેલ્પ લાઈન નંબર પણ ચલાવાઇ રહ્યો છે. જેથી મુસાફરોને ત્વરિત મદદ આપી સમસ્યા દૂર કરી સુવિધા પણ આપી શકાય.

આ પણ વાંચો : Gujarat : જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ આરંભાઇ, સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ

આ પણ વાંચો : Rajkot : બિલ્ડર્સને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની રેડ યથાવત્, 300 અધિકારીઓની ટીમો 30 સ્થળો પર ત્રાટકી